Sapna Gill-Prithvi Shaw: જાણો કોણ છે પૃથ્વી શૉ સાથે મારામારી કરનારી આરોપી સપના ગીલ ?
Who Is Sapna Gill: ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉની સાથે મારમારી કરનારી મહિલા સપના ગીલને પોલીસ પકડી લીધી છે, પરંતુ શું તમે જાણો છો કોણ છે આ સપના ગીલ, ને અત્યારે શું કરી રહી છે ? નહીં ને, જાણો અહીં..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૃથ્વી શૉ સાથે મારામારી કરનારી મહિલાની ઓશિવાડા પોલીસે ધરપકડ કરી લીધી છે. ખરેખરમાં, સપના ગીલ નામની આ છોકરી પર ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉની સાથે મારામારી કરવાનો આરોપ લાગ્યો છે અને હાલમાં પોલીસની પકડમાં છે. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)
પૃથ્વી શૉની સાથે મારામારી કરનારી આરોપી મહિલા સપના ગીલ એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લૂએન્જર છે. સપના ગીલ અને તેના દોસ્ત શોભિત ઠાકુર પર પૃથ્વી શૉ સાથે મારામારી કરવાનો આરોપ છે. હવે પોલીસે ધરપકડ કરી લીધી છે. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)
સપના ગીલના ઇન્સ્ટાગ્રામ પર 218000 થી વધુ ફોલોઅર્સ છે, આ ઉપરાંત સપના ગીલના ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી 1471 પૉસ્ટ છે. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)
આ ઉપરાંત સપના ગીલ ભોજપુરી ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. સપના ગીલ ભોજપુરી ફિલ્મ મેરા વતન અને કાશી અમરનાથમાં કામ કરી ચૂકી છે. મેરા વતન વર્ષ 2017માં આવી હતી, જ્યારે કાશી અમરનાથ વર્ષ 2021માં રિલીઝ થઇ હતી. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)
આ પહેલા 15 ફેબ્રુઆરીએ મોડી રાત્રે સપના ગીલ અને તેના દોસ્તોની ટીમ ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉની સાથે સેલ્ફી લેવાના મામલે ઝપાઝપી કરી હતી. જે પછી પોલીસમાં આરોપી મહિલા અને તેના દોસ્તો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)