પાંચ વખત Under 19 World Cup જીતી ચૂકી છે ટીમ ઇન્ડિયા, જાણો કોણે કોણે ભારતને બનાવ્યું હતું ચેમ્પિયન?
અંડર-19 વર્લ્ડ કપ 2024માં અત્યાર સુધી અપરાજિત રહેલી ટીમ ઈન્ડિયા ઉદય સહારનની કેપ્ટનશીપમાં ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતે મંગળવારે રમાયેલી રોમાંચક સેમિફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 2 વિકેટે હરાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતે વર્ષ 2000માં પ્રથમ વખત અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ સમયે ભારતીય ટીમની કેપ્ટનશીપ મોહમ્મદ કૈફ કરી રહ્યો હતો.
પ્રથમ ટાઇટલ બાદ ભારતે બીજા વર્લ્ડ કપ ટાઇટલ માટે 8 વર્ષ રાહ જોવી પડી હતી. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતે બીજી વખત અંડર-19 વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો.
ભારતીય ટીમે 4 વર્ષના ગાળા બાદ 2012માં ત્રીજો વર્લ્ડ કપ ટાઈટલ જીત્યો હતો. આ વર્ષે ભારતીય ટીમની કેપ્ટનશીપ ઉન્મુક્ત ચંદના હાથમાં હતી.
આ પછી ભારતીય ટીમે 6 વર્ષની રાહ જોયા બાદ ચોથો વર્લ્ડ કપ જીત્યો હતો. વર્ષ 2018માં ભારતીય ટીમ પૃથ્વી શૉના નેતૃત્વમાં વર્લ્ડ કપ ચેમ્પિયન બની હતી.
યશ ઢૂલની કેપ્ટનશીપમાં ભારતને છેલ્લી વખત વર્લ્ડ કપનું ટાઇટલ જીતવાનો આનંદ મળ્યો. યશે વર્ષ 2022માં ભારતીય ટીમને પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવ્યું હતું.