કુલદીપ યાદવે વિશ્વભરના દિગ્ગજ લેફ્ટ આર્મ સ્પિનરોને પછાડ્યા, રચ્યો નવો ઈતિહાસ
શ્રીલંકા સામે રમાયેલી મેચમાં કુલદીપ યાદવે ચાર વિકેટ ઝડપી હતી અને ભારતને 41 રનથી જીત અપાવી હતી. કુલદીપ યાદવે પણ આ મેચમાં ચાર વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. કુલદીપ યાદવ સૌથી ઓછી મેચોમાં 150 વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ લેફ્ટ આર્મ સ્પિન બોલર બની ગયો છે. આટલું જ નહીં, કુલદીપ યાદવ સૌથી ઓછી વનડે મેચમાં 150 વિકેટ લેનારો ભારતનો બીજો બોલર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએશિયા કપમાં પોતાનું શાનદાર ફોર્મ જારી રાખતા કુલદીપ યાદવે બે મેચમાં 9 વિકેટ ઝડપી છે. કુલદીપ યાદવે પાકિસ્તાન સામે 5 વિકેટ લીધી હતી. શ્રીલંકા સામે તેની શાનદાર બોલિંગ ચાલુ રાખીને તેણે 9.3 ઓવરમાં 43 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મેચની છેલ્લી વિકેટ લેવાની સાથે જ કુલદીપ યાદવે વનડેમાં 150 વિકેટ પૂરી કરી હતી. કુલદીપ યાદવે આ સ્થાન મેળવવા માટે માત્ર 88 મેચ રમી હતી.
કુલદીપ યાદવ પહેલા આ રેકોર્ડ બાંગ્લાદેશના સ્પિનર અબ્દુલ રઝાકના નામે હતો. રઝાકે 108 મેચમાં 150 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના બ્રેડ હોજે 118 મેચમાં આ સ્થાન હાંસલ કર્યું હતું.
બાંગ્લાદેશના શાકિબ અલ હસને 119 મેચમાં 150 વિકેટ પૂરી કરી હતી. ભારતના રવિન્દ્ર જાડેજાએ 129 મેચ રમીને 150 વિકેટ લીધી હતી. પરંતુ આ તમામ દિગ્ગજ બોલરોને હરાવીને કુલદીપ યાદવ હવે આ યાદીમાં પ્રથમ સ્થાને આવી ગયો છે.
ભારત માટે વનડેમાં સૌથી ઝડપી 150 વિકેટ લેવાનો રેકોર્ડ મોહમ્મદ શમીના નામે છે. શમીએ માત્ર 80 ODI મેચમાં 150 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 88મી મેચમાં 150 વિકેટ પૂરી કરી લીધી છે. આ રીતે કુલદીપ યાદવ ભારત માટે સૌથી ઓછી મેચોમાં 150 વિકેટ લેનારો બીજો બોલર બનવામાં સફળ થયો છે.