મોહમ્મદ શમીની વાપસીની તારીખ આવી ગઈ સામે! આ ટીમ સામે કરશે કમબેક; બાળપણના કોચનો મોટો દાવો
પરંતુ હવે ટીમ ઈન્ડિયાના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે કે શમીએ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે અને તે ટૂંક સમયમાં ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શમી સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં વાપસી કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2023 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયેલો મોહમ્મદ શમી (Mohammed Shami) અત્યારે એકદમ ફિટ અનુભવી રહ્યો છે, પરંતુ રિપોર્ટ્સ કહી રહ્યા છે કે તેની વાપસીને લઈને કોઈ ઉતાવળ નહીં હોય. બોર્ડ ઇચ્છતું નથી કે ઉતાવળના કારણે શમીને ફરીથી ઇજા થવાના જોખમનો સામનો કરવો પડે.
શમીના બાળપણના કોચ બદરુદ્દીન સિદ્દીકીએ કહ્યું શમીએ બોલિંગ શરૂ કરી દીધી છે, પરંતુ અત્યારે તે પૂરા રન અપ અને પૂરી ઉર્જા સાથે બોલ ફેંકી રહ્યો નથી. તે કોઈપણ સમસ્યા વિના બોલને નેટમાં ફેંકવામાં સક્ષમ છે.
બીસીસીઆઈના સચિવ જય શાહે ટી20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત પહેલા માર્ચ મહિનામાં કહ્યું હતું કે તેણે સપ્ટેમ્બરમાં શમીને પરત લાવવાનો પ્લાન તૈયાર કર્યો છે.
BCCIએ હાલમાં જ ટીમ ઈન્ડિયાની ડોમેસ્ટિક સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. આ અંતર્ગત બાંગ્લાદેશની ટીમ સપ્ટેમ્બર મહિનામાં ભારતનો પ્રવાસ કરશે જ્યાં તેને 2 ટેસ્ટ અને 3 T20 મેચ રમવાની છે.
મોહમ્મદ શમી (Mohammed Shami)ની સારી રીતે કાળજી લેવામાં આવી રહી છે અને આ વર્ષે શમીની વાપસી પણ બોર્ડર ગાવસ્કર ટ્રોફીના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ રહેશે. તમને જણાવી દઈએ કે નવેમ્બરમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે જ્યાં બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું છે કે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં શમીનું યોગદાન મહત્વનું રહેશે.