વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનારા સાત ખેલાડી, લિસ્ટમાં સામેલ ભારતના બે બેટ્સમેન

Most Half Century In ODI Cricket: ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારી છે. અહીં ટોચના 7ની યાદી જુઓ.

સચિન તેંડુલકર

1/7
Most Half Century In ODI Cricket: ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારી છે. અહીં ટોચના 7ની યાદી જુઓ. વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરે પોતાના નામે કર્યો છે. સચિને 463 મેચોમાં 96 અડધી સદી ફટકારી છે. સચિને વન-ડેમાં 18426 રન બનાવ્યા છે.
2/7
શ્રીલંકાનો દિગ્ગજ બેટ્સમેન કુમાર સંગાકારા આ યાદીમાં બીજા સ્થાને છે. સંગાકારાએ કુલ 380 વન-ડે મેચ રમી છે. આ સમય દરમિયાન તેણે વન-ડેમાં 93 અડધી સદી ફટકારી છે.
3/7
દક્ષિણ આફ્રિકાનો દિગ્ગજ ઓલરાઉન્ડર જેક્સ કાલિસ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. કાલિસ કુલ 314 વન-ડે મેચ રમી છે. આ સમય દરમિયાન કાલિસે વન-ડે ક્રિકેટમાં 86 અડધી સદી ફટકારી છે.
4/7
ભારતનો મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડ આ યાદીમાં ચોથા સ્થાને છે. દ્રવિડે પોતાની કારકિર્દીમાં કુલ 318 વનડે મેચ રમી છે. દ્રવિડે 318 વનડે મેચમાં 83 અડધી સદી ફટકારી છે.
5/7
પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન ઇન્ઝમામ-ઉલ-હકનું નામ પણ આ યાદીમાં સામેલ છે. ઇન્ઝમામે 350 વનડે મેચમાં 83 અડધી સદી ફટકારી છે.
6/7
ઓસ્ટ્રેલિયાનો મહાન કેપ્ટન અને બેટ્સમેન રિકી પોન્ટિંગ આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. પોન્ટિંગે 365 વનડે મેચ રમી છે. આ સમય દરમિયાન તેણે 82 અડધી સદી ફટકારી છે.
7/7
શ્રીલંકાના મહાન બેટ્સમેન મહેલા જયવર્ધને આ યાદીમાં સાતમા સ્થાને છે. જયવર્ધને પોતાની કારકિર્દીમાં કુલ 418 વન-ડે મેચ રમી છે. આ સમય દરમિયાન જયવર્ધને 77 અડધી સદી ફટકારી છે.
Sponsored Links by Taboola