આજથી ઈગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ, ઈગ્લેન્ડમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોમાં ચોથા સ્થાન પર છે બુમરાહ

ઇંગ્લેન્ડમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાની બાબતમાં જસપ્રીત બુમરાહ ચોથા નંબરે છે. તેની પાસે શમીને પાછળ છોડી દેવાની તક છે. એન્ડરસન-તેંડુલકર ટ્રોફી આજથી 20 જૂનથી શરૂ થઈ રહી છે.

જસપ્રીત બુમરાહ

1/7
ઇંગ્લેન્ડમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાની બાબતમાં જસપ્રીત બુમરાહ ચોથા નંબરે છે. તેની પાસે શમીને પાછળ છોડી દેવાની તક છે. એન્ડરસન-તેંડુલકર ટ્રોફી આજથી 20 જૂનથી શરૂ થઈ રહી છે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાનો એક નવો યુગ શરૂ થઈ રહ્યો છે.
2/7
ભારતીય બેટિંગ અંગે થોડી ચિંતા છે, જોકે જસપ્રીત બુમરાહ સહિત ભારતના ફાસ્ટ બોલરો પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ઇંગ્લેન્ડમાં ફાસ્ટ બોલરોને મદદ મળે છે. ઇંગ્લેન્ડમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ભારતના ટોચના 5 બોલરો કોણ છે.
3/7
ઇંગ્લેન્ડમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય બોલર ઇશાંત શર્મા છે. તેણે અહીં 51 વિકેટ લીધી છે. તે આ શ્રેણીનો ભાગ નથી.
4/7
ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ બીજા નંબરે છે. ભારત માટે પ્રથમ વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન કપિલ દેવે ઇંગ્લેન્ડમાં કુલ 43 વિકેટ લીધી છે.
5/7
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી યાદીમાં ત્રીજા નંબરે છે. શમીએ ઈંગ્લેન્ડમા 42 વિકેટ લીધી છે. તે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી 2025નો ભાગ નથી. આ પણ એક કારણ છે કે જસપ્રીત બુમરાહ તેને પાછળ છોડી શકે છે.
6/7
જસપ્રીત બુમરાહ અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડમાં 37 ટેસ્ટ વિકેટ લઈ ચૂક્યો છે. તે ભારત અને ઈગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં રમી રહ્યો છે, જોકે તે ફક્ત ૩ ટેસ્ટ રમવાની શક્યતા છે પરંતુ તે હજુ પણ શમીને પાછળ છોડી શકે છે. શમીને પાછળ છોડવા માટે તેને વધુ 6 વિકેટની જરૂર છે.
7/7
અનુભવી અનિલ કુંબલે આ યાદીમાં પાંચમા સ્થાને છે. કુંબલેએ ઈંગ્લેન્ડમાં કુલ 36 વિકેટ લીધી છે. તે જોવાનું બાકી છે કે તે આ શ્રેણીના અંત સુધી ટોચના 5 માં રહે છે કે નહીં. રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડમાં 27 વિકેટ લીધી છે, કુંબલેને પાછળ છોડવા માટે તેને આ શ્રેણીમાં કુલ 10 વિકેટની જરૂર છે.
Sponsored Links by Taboola