In Pics: ધોનીની કેપ્ટનશીપમાં ભારતે પાકિસ્તાન સામે જીતી છે સૌથી વધુ વન-ડે મેચ, જાણો અન્ય કેપ્ટનનો રેકોર્ડ
Most ODI Wins Against Pakistan: ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ વન-ડેમાં પાકિસ્તાન સામે સૌથી વધુ જીત નોંધાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે પાકિસ્તાન સામે 18 વનડે રમી જેમાં ભારતે 11માં જીત અને 7માં હારનો સામનો કરવો પડ્યો. પાકિસ્તાન સામે કેપ્ટન તરીકે ધોનીની જીતની ટકાવારી 61.10 હતી.
પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની કેપ્ટનશીપમાં ભારતે પાકિસ્તાન સામે 25 વન-ડે રમી હતી, જેમાં ટીમ 9 જીતી હતી અને 16 હારી હતી. કેપ્ટન તરીકે અઝહરુદ્દીનની પાકિસ્તાન સામે જીતની ટકાવારી 36 હતી.
ભારતીય ટીમે સચિન તેંડુલકરની કેપ્ટનશીપમાં પાકિસ્તાન સામે 21 વનડે રમી, જેમાં ભારતે 8માં જીત મેળવી છે જ્યારે 11માં હારનો સામનો કરવો પડ્યો છે અને બે અનિર્ણિત રહી હતી.
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે પાકિસ્તાન સામે 17 વન-ડે રમી હતી, જેમાં ટીમને 7માં જીત મળી હતી અને 10માં હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતે દ્રવિડની કેપ્ટનશીપમાં પાકિસ્તાન સામે 9 વન-ડે રમી, જેમાં ટીમ 5માં જીતી અને 4માં હારી મળી છે.
પૂર્વ કેપ્ટન કપિલ દેવની કેપ્ટનશીપમાં 1983નો વર્લ્ડ કપ જીતનાર ભારતે પાકિસ્તાન સામે 13 મેચ રમી હતી, જેમાં ટીમ 4માં જીતી હતી અને 9માં હારી હતી.
ભારતે સુનીલ ગવાસ્કરની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાન સામે 7 વનડે રમી, જેમાં 4માં જીત અને 3માં હાર મળી હતી.