એક સમયે સેહવાગ, કોહલીને રમતા જોવા ગયેલા આ ખેલાડીને ગેટ પરથી ગાર્ડે ભગાડી દીધો હતો, આજે કર્યુ ટેસ્ટ ડેબ્યૂ
કરનાલ પ્રીમિયર લીગમાં દિલ્હીના પૂર્વ બોલર સુમિત નરવાલ તેની બોલિંગથી પ્રભાવિત થયો હતો. જે બાદ સૈનીને દિલ્હી બોલાવ્યો. તેણે ગંભીરને નેટ પ્રેક્સિટ કરાવી. ગંભીર પણ તેની બોલિંગથી પ્રભાવિત થયો અને નેટ પ્રેક્ટિસ માટે આવવા કહ્યું. ગંભીરના પ્રયાસથી તેની 2013-14માં દિલ્હી રણજી ટીમમાં પસંદગી થઈ. જે બાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિડનીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારત તરફથી નવદીપ સૈનીએ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ છે. તે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનારો 299મો ખેલાડી બની ગયો છે. નવદીપ સૈનીને જસપ્રીત બુમરાહે ટેસ્ટ કેપ સોંપી હતી.
એક સમયે સૈનીને કરનાલમાં લોકલ ટુર્નામેન્ટમાં રમવા માટે 200 રૂપિયા પ્રતિ મેચ મળતા હતા. રોચક વાત એ છે કે સૈની લેધર બોલ નહીં ટેનિસ બોલથી રમતો હતો.
એક સમયે સૈની સેહવાગ, ગંભીર અને કોહલીને રમતા જોવા સ્ટેડિયમ ગયો હતો. જોકે તે સમયે ગાર્ડે ગેટ પરથી જ ભગાડી દીધો હતો. પરંતુ આજે તેણે ટેસ્ટ ડેબ્યૂ કરીને સપનું સાકાર કર્યુ હતું. હરિયાણાના કરનાલમાં જન્મેલા સૈનીએ ગત વર્ષે ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું.
નવદીપ સૈનીએ અત્યાર સુધીમાં સાત વન ડે અને 10 ટી-20 આંતરરાષ્ટ્રીય રમી છે. સૈનીને 2019માં વિન્ડિઝ પ્રવાસ વખતે વન ડે અને ટી-20 ટીમમાં સ્થાન મળ્યું હતું. તે પોતાની સ્પીડ માટે જાણીતો છે. આઈપીએલમાં કોહલીની ટીમ તરફથી રમતી વખતે શાનદાર પ્રદર્શન કર્યુ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -