જાણો છો.... ક્રિકેટમાં નૉ બૉલ પર રન આઉટ સિવાય આ રીતે પણ બેટ્સમેનને કરી શકાય છે આઉટ
No Ball Cricket Rules: દુનિયાભરમાં ક્રિકેટની રમત બહુ ઝડપથી લોકપ્રિય થઇ રહી છે. ક્રિકેટમાં અત્યારે ભારતીયોનો સૌથી વધુ દબદબો રહ્યો છે અને આગામી વનડે વર્લ્ડકપ પણ ભારતમાં જ રમાવવાનો છે. જોકે, આ પહેલા અમે તમને ક્રિકેટના નિયમો વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. બેટ્સમેનને નૉ બૉલ પર ફ્રી હીટ રમવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, પરંતુ શું તમે જાણો છો કે નૉ બૉલ પર રન આઉટ થવા ઉપરાંત બેટ્સમેન અન્ય રીતે પણ પોતાની વિકેટ ગુમાવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રિકેટમાં નૉ બોલ બૉલર માટે ખૂબ જ ખરાબ છે અને બેટ્સમેન માટે વરદાન સમાન સમાન બને છે. બેટ્સમેનને નૉ બૉલ પર મુક્તપણે રમવાની સ્વતંત્રતા છે. એવું કહેવાય છે કે બેટ્સમેન નૉ બૉલ પર રન આઉટ થવા ઉપરાંત અન્ય કોઈ રીતે આઉટ થઈ શકતો નથી, પરંતુ અમે તમને જણાવીશું કે બેટ્સમેન રન આઉટ સિવાય નૉ બૉલ પર કેવી રીતે આઉટ થઈ શકે છે.
જો કોઈ બેટ્સમેન નૉ બૉલ પર આઉટ થાય છે, તો તેને આઉટ આપવામાં આવતો નથી અને પછીના બૉલને ફ્રી હિટ તરીકે આપવામાં આવે છે, આમાં નામ પ્રમાણે જ ગુણ છે, તમે આ બૉલને ફ્રી હિટ માટે હિટ કરી શકો છો.
પરંતુ ફ્રી હિટ અથવા નૉ બૉલ પર રન આઉટ સિવાય જો બેટ્સમેન આ ભૂલો કરે છે તો તેને આઉટ આપી શકાય છે.
જો કોઈ બેટ્સમેન તેના બેટ વડે નૉ બૉલ અથવા ફ્રી હિટ બૉલ બે વાર ફટકારે છે, તો આવામાં તેને આઉટ જાહેર કરી શકાય છે.
આ ઉપરાંત જો કોઈ ખેલાડી મેદાન પર નૉ બૉલ કે ફ્રી હિટ બૉલ પર કોઈપણ પ્રકારનો અવરોધ ઉભો કરે છે તો તેને આઉટ જાહેર કરી શકાય છે.
જોકે, હજુ પણ નૉ બૉલ પર બેટ્સમેનને બહુ ઓછુ નુકસાન થાય છે કારણ કે આ સિવાય બેટ્સમેનને અન્ય કોઈપણ રીતે આઉટ આપી શકાય નહીં.