Photos: પાકિસ્તાની ઓપનર ઇમામ-ઉલ-હકે તેની બેસ્ટ ફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, બાબર આઝમ સહિતના ક્રિકેટરો પહોંચ્યા
Imam-Ul-Haq Marriage: પાકિસ્તાનના બેટ્સમેન ઈમામ ઉલ હકે લગ્ન કરી લીધા છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી છે અને કેટલીક તસવીરો પણ શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન ઈમામ ઉલ હકે લગ્ન કરી લીધા છે. તેણે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ વાતની પુષ્ટી કરી છે. જો કે છેલ્લા ઘણા દિવસોથી આ પાકિસ્તાની બેટ્સમેનના લગ્નના સમાચારની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી હતી.
બેટ્સમેન ઇમામ-ઉલ-હકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં પોતાના લગ્નની તસવીરો શેર કરતાં પત્ની માટે લખ્યું કે, આજે અમે ફક્ત અમારા જીવનના ભાગીદાર જ નથી બન્યા, પરંતુ અમારી બેસ્ટ ફ્રેન્ડશીપને પણ મજબૂત કરી છે જે અમારી લવ સ્ટોરીનો પાયો હતો.
તાજેતરમાં પૂરા થયેલા વર્લ્ડ કપમાં પાકિસ્તાન માટે ઓપનિંગની જવાબદારી સંભાળનાર બેટ્સમેન ઈમામ ઉલ હકે પોતાના લગ્ન વિશે પોસ્ટમાં આગળ લખ્યું કે, આજે મેં મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે જ લગ્ન કર્યા છે. તમે બધા અમને તમારી દુઆઓમાં યાદ રાખો.
ઈમામ ઉલ હકના લગ્ન છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં હતા. તેમના લગ્નના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી, જેમાં બાબર આઝમ, સરફરાઝ અહેમદ, મોહમ્મદ હફીઝ અને વહાર રિયાઝ જેવા ઘણા પાકિસ્તાની ક્રિકેટ સ્ટાર્સ જોવા મળ્યા હતા.
ઈમામના લગ્નમાં એક કવ્વાલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બાબર આઝમ, સરફરાઝ અહેમદ અને મોહમ્મદ હફીઝ જેવા ઘણા પાકિસ્તાની ક્રિકેટ સ્ટાર્સ કવ્વાલીના કાર્યક્રમની મજા લેતા જોવા મળ્યા હતા અને લોકો તેમના પર પૈસા પણ ફેંકી રહ્યા હતા.
ઈમામ ઉલ હક પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેનોમાંના એક ઈન્ઝમામ ઉલ હકનો ભત્રીજો છે. 27 વર્ષીય ઈમામે તેની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 22 મેચ રમી છે, જેમાં તેણે 38.78ની એવરેજથી કુલ 1,474 રન બનાવ્યા છે. તેણે 72 વન-ડે મેચ રમી છે, જેમાં તેણે 71 ઇનિંગ્સમાં 48.27ની સરેરાશથી કુલ 3,138 રન બનાવ્યા છે.