Photos: જસપ્રીત બુમરાહ પત્ની સંજના સાથે પહોંચ્યો NMACC Galaમાં, બન્નેએ હાથોમાં હાથ નાંખીને આપ્યા આવા પૉઝ
Photos, NMACC Gala: આર્ટ અને કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં સેલિબ્રિટિઓનો જમાવડો થયો હતો, અહીં NMACC ગાલા નાઇટનું આયોજન કરવામાં આવ્યુ, જેમમાં ક્રિકેટર જસપ્રીત બુમરાહ પત્ની સંજના ગણેશન સાથ પહોંચ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇમાં મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ગાલા નાઇટમાં જસપ્રીત બુમરાહ પોતાની પત્નીની સાથે પહોંચ્યો હતો.
આ દરમિયાન કપલનો લૂક જોતા જ બની રહ્યો છે. બન્નેએ ગાલા નાઇટ માટે બેસ્ટ લૂક પસંદ કર્યો હતો.
તસવીરોમાં જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન ગ્રીન અને બ્લેક કૉમ્બિનશનનું એક ઓફ શૉલ્ડર ગાઉન પહેરીને દેખાઇ રહી છે.
સંજના ગણેશને પોતાના આ ગ્લેમરસ લૂકને ખુલ્લા વાળો, ડાયમન્ડ ઇયરરિંગ્સ અને મિલિયન ડૉલર સ્માઇલની સાથે પુરો કર્યો હતો.
વળી, વાત કરીએ સ્ટાર ક્રિકેટર જસપ્રીત બુમરાહની તો આ દરમિયાન તે બ્લેક પેન્ટની સાથે ઓફ વ્હાઇટ બ્લેઝરમાં દેખાયો હતો.
આ લૂકમાં જસપ્રીત બુમરાહ એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો, બુમરાહે પત્ની સાથે હાથોમાં હાથ નાંખીને પૈપરાજીને જોરદાર પૉઝ આપ્યા હતા.