Photos: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા ઋષિકેશ, દીકરી વામિકા સાથે કરી 'ગંગા આરતી'
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલ બ્રેક પર છે. તે સોમવારે પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે ઋષિકેશ પહોંચ્યો હતો. આ દરમિયાન તે દયાનંદ આશ્રનમાં પણ ગયો હતો. તેઓ પત્ની અને પુત્રી વામિકા સાથે ઋષિકેશમાં રોકાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોહલીએ પુત્રી સાથે ગંગા આરતી પણ કરી હતી. મંગળવારે તેઓ આશ્રમમાં ધાર્મિક અનુષ્ઠાન પણ કરશે. આશ્રમના જનસંપર્ક અધિકારી ગુણાનંદ રાયાલે જણાવ્યું કે તેઓ અહીં પહોંચ્યા અને બ્રહ્મલિન દયાનંદ સરસ્વતીની સમાધિના દર્શન કર્યા.
કોહલી, અનુષ્કા અને વામિકાએ પણ ગંગા ઘાટ પર ગંગા આરતી કરી હતી. કોહલી-અનુષ્કાની સાથે તેમના યોગ ટ્રેનર પણ આશ્રમમાં રોકાયા છે. મંગળવારે સવારે યોગ કર્યા બાદ તેઓ આશ્રમમાં સાર્વજનિક ધાર્મિક અનુષ્ઠાન પણ કરશે.મળતી માહિતી અનુસાર, તેઓ મંગળવારે સાંજે પણ આશ્રમમાં જ રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા વૃંદાવન ગયા હતા. અહીં તેમણે મંદિરના દર્શન પણ કર્યા હતા. અનુષ્કા અને કોહલી અગાઉ પણ અનેક પ્રસંગોએ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા છે.
કોહલીએ તાજેતરમાં ટ્વિટર પર એક ફોટો પણ શેર કર્યો છે. આમાં ફક્ત તેઓ જ દેખાય છે. આ ફોટો પણ ઋષિકેશનો છે.