આ પાંચ ક્રિકેટરોની પત્ની છે હીરોઇનોને પણ ટક્કર મારે આવી, બ્યૂટીફૂલ તસવીરો જોઇને ઉડી જશે હોશ
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર તો ક્રિકેટરો પોતાના રેકોર્ડ અને વર્તનના કારણે હંમેશા ચર્ચમાં રહે છે. પરંતુ કેટલાક ક્રિકેટરો એવા છે જે તેમની પત્નીઓની કારણે પણ ચર્ચમાં આવી ચૂક્યા છે. કેટલાય ક્રિકેટરો એવા છે જેમની પત્નીઓ એટલી બધી સેક્સી અને સુંદર દેખાય છે કે હીરોઇનો પણ ટક્કર આપી રહી છે. જાણો કયા કયા ક્રિકટરોની પત્નીઓ છે આ લિસ્ટમાં.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાકિબ અલ હસન અને ઉમી અહેમદ શિશિર- શાકિબને મળ્યા પહેલા શિશિર એક જાણીતી મૉડલ હતી, શિશિર ક્રિકેટરોની સૌથી સુંદર પત્નીઓમાની એકપણ માનવામાં આવે છે. ત્રણ વર્ષ ડેટ કર્યા બાદ શિશિર અને શાકિબે લગ્ન કરી લીધા હતા. શિશિર એક સૉફ્ટવેર એન્જિનીયર પણ રહી ચૂકી છે. શાકિબ અને શિશિરે એકસાથે કેટલીય એડ પણ શૂટ કરી છે.
શેન વૉટસન અને લી ફરલૉન્ગ- ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર શેન વૉટસન અને તેની પત્ની લી ફરલૉન્ગને ગૉલ્ડન કપલ કહેવામા આવે છે. આ બન્નએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા, લી ફરલૉન્ગ ફૉક્સ સ્પોર્ટ્સની એન્કર અને રાઇટર છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા- વિરાટ અને અનુષ્કાની જોડીને દુનિયાભરમાં ખુબ પસંદ કરવામાં આવી રહી છે. વિરાટ અને અનુષ્કા એક શૂટ દરમિયાન પહેલીવાર મળ્યા હતા, આ પછી બન્નેની દોસ્તી થઇ ગઇ. જોકે, બાદમાં અનુષ્કા હંમેશા આઇપીએલમાં દેખાવવા લાગી. વિરાટ અને અનુષ્કાએ વર્ષ 2018માં લગ્ન કરી લીધા, અને અત્યારે બન્નેને એક ક્યૂટ બેબી પણ છે.
જેમ્સ એન્ડરસન અને ડેનિએલા લૉયડ- ઇંગ્લેન્ડના મહાન ફાસ્ટ બૉલર જેમ્સ એન્ડરસને વર્ષ 2004માં જાણીતી મૉડલ ડેનિએલા લૉયડ સાથે લગ્ન કર્યા હતા. જેમ્સ એન્ડરસન એવો પહેલો ક્રિકેટર છે જેને એટિટૂડ મેગેઝિન માટે નેકેડ ફોટોશૂટ કરાવ્યુ હતુ. એન્ડરસન અને લૉયડની લવસ્ટૉરી એકદમ ફિલ્મી છે, આ બન્નેની પહેલી મુલાકાત નાઇટ ક્લબમાં થઇ હતી અને બન્ને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો.
દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલ- ભારતની સ્ટાર સ્ક્વૉશ ખેલાડી દીપિકા પલ્લીકલ અને ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. કાર્તિક પહેલાથી જ દીપિકાને એપ્રૉચ કરી રહ્યો હતો. બન્ને અનેકવાર ડિનર પર એકસાથે જતા હતા. પહેલી પત્નીના છુટાછેડા બાદ કાર્તિકે દીપિકા સાથે બીજા લગ્ન કરી લીધા હતા.