PM Modi Meets Team India: ખેલાડીઓના પરિવારને પણ મળ્યા વડાપ્રધાન મોદી, પંતને લગાવ્યો ગળે
Team India Meeting With PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓ તેમજ તેમના પરિવારજનોને મળ્યા હતા. તેઓ વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને ભેટી પડ્યા હતા
ફોટોઃ X
1/7
Team India Meeting With PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓ તેમજ તેમના પરિવારજનોને મળ્યા હતા. તેઓ વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને ભેટી પડ્યા હતા
2/7
ભારતીય ક્રિકેટ ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ વડાપ્રધાનના નિવાસસ્થાને ચેમ્પિયન્સ માટે એક બેઠકનું આયોજન કર્યું હતું. મહત્વની વાત એ છે કે પીએમ ખેલાડીઓની સાથે તેમના પરિવારજનોને પણ મળ્યા હતા. પીએમ અને ખેલાડીઓની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.
3/7
પીએમ મોદીએ જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે બુમરાહના પુત્ર અંગદને પણ તેડી લીધો હતો
4/7
ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પણ વડાપ્રધાન મોદીને મળ્યા હતા. આ દરમિયાન તેનો પરિવાર પણ તેની સાથે હતો.
5/7
સૂર્યકુમાર યાદવ અને તેમની પત્ની દેવિશા પણ વડાપ્રધાન મોદીને મળ્યા હતા. સૂર્યાએ સોશિયલ મીડિયા પર ફોટો પણ શેર કર્યો છે.
6/7
વડાપ્રધાન મોદીએ પણ ખેલાડીઓને ગળે લગાવ્યા હતા. ઋષભ પંતે આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
7/7
મોહમ્મદ સિરાજ સહિત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના તમામ ખેલાડીઓ વડાપ્રધાન મોદીને મળ્યા હતા.
Published at : 04 Jul 2024 06:37 PM (IST)