R Ashwin Net Worth: 14 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં અશ્વિને કેટલી કરી છે કમાણી?
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ગાબા ટેસ્ટ સમાપ્ત થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે અશ્વિન ક્યારેય ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા નહીં મળે. અશ્વિને તેની સારી અને યાદગાર ક્રિકેટ કારકિર્દીનો અંત કર્યો હતો. દુનિયાભરના ક્રિકેટ ચાહકો અશ્વિનના તમામ રેકોર્ડથી પરિચિત છે, જો કે અશ્વિનની નિવૃત્તિ બાદ જાણીશું કે તેની કુલ નેટવર્થ કેટલી છે અને તેના ઘરની કિંમત કેટલી છે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅશ્વિને ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરંતુ તેને ટેસ્ટ ક્રિકેટ સૌથી વધુ પસંદ હતું. તેણે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટમાં 500થી વધુ વિકેટ લીધી હતી. ક્રિકેટના મેદાન પર ઘણું નામ કમાવનાર અશ્વિને ઘણી સંપત્તિ પણ કમાઈ છે. તેમની સંપત્તિ 100 કરોડ રૂપિયાથી વધુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અશ્વિન 132 કરોડ રૂપિયાની કુલ સંપત્તિનો માલિક છે.
ક્રિકેટ સિવાય રવિચંદ્રન અશ્વિન જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરે છે. તે બીસીસીઆઈ એ ગ્રેડ શ્રેણીનો ખેલાડી છે. તેને બીસીસીઆઈ તરફથી દર વર્ષે 5 કરોડ રૂપિયા મળે છે. જ્યારે અશ્વિન ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માંથી પણ સારી કમાણી કરે છે. અશ્વિનને સ્પેસમેકર્સ, કોકો સ્ટુડિયો તમિલ, બોમ્બે શેવિંગ કંપની, મન્ના ફૂડ્સ, એરિસ્ટોક્રેટ બેગ્સ, મિંત્રા, ઓપ્પો, મૂવ અને ડ્રીમ11ની જાહેરાતોમાંથી કરોડોનો નફો પણ મળે છે.
રવિચંદ્રન અશ્વિન વૈભવી જીવન જીવે છે. 17 સપ્ટેમ્બર 1986ના રોજ જન્મેલા અશ્વિન તેના પરિવાર સાથે એક ભવ્ય મકાનમાં રહે છે. અશ્વિન ચેન્નઈમાં જે ઘરમાં રહે છે તેની કિંમત 9 કરોડ રૂપિયા છે.
'અન્ના' તરીકે ઓળખાતા રવિચંદ્રન અશ્વિન પણ લક્ઝરી કારનો શોખીન છે. તેની પાસે લક્ઝરી બ્રાન્ડની કાર છે. તેમના કાર કલેક્શનમાં Audi Q7 SUVનો સમાવેશ થાય છે જેની કિંમત ભારતીય બજારમાં 87 લાખથી 95 લાખ રૂપિયાની વચ્ચે છે. આ સિવાય તેની પાસે લક્ઝુરિયસ રોલ્સ રોયસ કાર પણ છે. આ કારની કિંમત લગભગ 6 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.