IND vs SL: રાજકોટની સયાજી હોટેલમાં રોકાશે ટીમ ઈન્ડિયા, તસવીરોમાં જુઓ અંદરનો ભવ્ય નજારો
IND vs SL: રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ભારત-શ્રીલંકાની ટી-20 મેચ આગામી સાત તારીખના રોજ રમવાની છે. રાજકોટની સયાજી હોટલમાં ભારતની ટીમ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ હોટેલની કેટલીક તસવીરો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં આવતીકાલે ભારત શ્રીલંકાની ટીમનું આગમન થશે.
રાજકોટની સયાજી હોટલમાં ભારતની ટીમ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
કાઠીયાવાડી ગરબાથી ટીમોનું સ્વાગત થશે. બન્ને ટીમના ખેલાડીઓ ફાફડા, ચીકી, અડદીયાનો સ્વાદ માણશે. આ ઉપરંત ભારતીય ક્રિકેટરોને કાજુ ગાઠીયાનું શાક પણ પીરસવામાં આવશે.
7 જાન્યુઆરીએ ટી 20 ક્રિકેટ મેચને લઈ ક્રિકેટ રસીકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રૂમની અંદર ક્રિકેટરો માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હાર્દિક પડ્યા માટે પ્રેસિડેન્સિય રૂમ રાખવામાં આવ્યો છે.
હોટેલ ખાતે આવતીકાલે કાઠીયાવાડી રીત રસમ મુજબ ભવ્યાતી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરીને ક્રિકેટરોનું રાજકોટમાં સ્વાગત કરવામાં આવશે.
સંજુ સેમસન ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે.