Pakistan Cricketer: ભારતની હિન્દુ છોકરી પાકિસ્તાની ક્રિકેટર સાથે કરશે લગ્ન, ધર્મ બદલવા પણ તૈયાર
Pakistani Cricketer Raza Hassan: પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર રઝા હસન ટૂંક સમયમાં ભારતની એક હિન્દુ યુવતી સાથે લગ્ન કરશે. તેની ભાવિ પત્ની પૂજા પણ ધર્મ બદલવા માટે તૈયાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર રઝા હસન ટૂંક સમયમાં લગ્ન કરશે. તેની સગાઈ એક ભારતીય છોકરી સાથે થઈ છે. રઝા હસને સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે. જો અહેવાલોનું માનીએ તો રઝાની ભાવિ પત્ની પૂજા બોમન હિન્દુ છે અને તે પોતાનો ધર્મ બદલવા પણ તૈયાર છે.
રઝા હસનના નામે એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. તે બ્લૂ બેજથી વેરિફાઇડ નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં આ એકાઉન્ટને ટાંકવામાં આવ્યું છે. તેના પર એક ફોટો શેર કરવામાં આવ્યો છે. આમાં રઝા અને પૂજા સાથે જોવા મળે છે.
રઝા હસને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, હું એ જાહેરાત કરતા ખૂબ જ ખુશ છું કે મારી સગાઈ થઈ ગઈ છે.
દૈનિક ભાસ્કરના એક સમાચાર અનુસાર, રઝા હસને કહ્યું છે કે પૂજા તેનો ધર્મ બદલવા માટે તૈયાર છે. તે હિન્દુ ધર્મ છોડીને ઈસ્લામ અંગીકાર કરશે.
રઝા હસન પાકિસ્તાન માટે માત્ર એક જ ODI મેચ રમ્યો છે. તેણે ઓક્ટોબર 2014માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તેણે 1 વિકેટ લીધી હતી. રઝા હસને પાકિસ્તાન માટે 10 ટી-20 મેચ રમી છે. જેમાં તેણે 10 વિકેટ ઝડપી છે.