Photos: હાર્દિક વૈભવી જીવન જીવતો હતો, પરંતુ નતાશાએ આ બધું સ્વીકાર્યું નહી, તેમના છૂટાછેડાનું રહસ્ય સામે આવ્યું
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વર્ષ 2024 ની શરૂઆતથી સતત છૂટાછેડાની અટકળોને કારણે સમાચારમાં હતા. આખરે 18 જુલાઇના રોજ બંનેએ તેમના અલગ થવાની પુષ્ટિ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમના નિવેદનમાં તેણે છૂટાછેડા પાછળનું કારણ જણાવ્યું નથી. પરંતુ હવે ટાઈમ્સ નાઉના એક રિપોર્ટમાં આ ગહન રહસ્ય ખુલ્યું છે કે હાર્દિક અને નતાશા કેમ અલગ થયા?
રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિક પંડ્યાને વૈભવી જીવન જીવવું પસંદ છે. પરંતુ હાર્દિકના આ શાહી શોખ નતાશા પર ભારે પડવા લાગ્યા હતા.
કપલની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે નતાશાને અહેસાસ થવા લાગ્યો હતો કે તેના અને હાર્દિકના વ્યક્તિત્વમાં ઘણો તફાવત છે. તેણે ભારતીય ક્રિકેટરોની જીવનશૈલી સાથે મેચ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનાથી તેને માનસિક નુકસાન થવા લાગ્યું.
થોડા સમય પછી, નતાશાએ હાર્દિક પંડ્યાની જીવનશૈલી સાથે અનુકૂલન કરવાનો પ્રયાસ કરવાનું બંધ કરી દીધું હતું, કારણ કે તેના માટે આ ભારતીય ક્રિકેટર સાથે એડજસ્ટ થવું મુશ્કેલ બની રહ્યું હતું. આ કારણોસર તેઓએ અલગ થવાનું શ્રેષ્ઠ માન્યું.
નજીકના સૂત્રએ એમ પણ જણાવ્યું કે નતાશાએ આ વિષય પર ઘણું વિચાર્યું હતું, પરંતુ જ્યારે હાર્દિક પંડ્યા બદલાયો ન હતો, ત્યારે તેણે પોતાનું મન બનાવી લીધું હતું. નતાશા માટે આ બધું સરળ નહોતું. તમને જણાવી દઈએ કે તેમનો પુત્ર અગસ્ત્ય હાલમાં નતાશા સાથે રહે છે.