રીષભ પંતની કારના બોલી ગયા ભુક્કા, ડીવાઈડર સાથે અથડાયા પછી લાગી આગ, તસવીરો જોઈને થથરી જશો......
ઋષભ પંતને ઈજાના કારણે ટીમ ઈન્ડિયાએ બ્રેક આપ્યો હતો. દૈનિક જાગરણના સમાચાર મુજબ, પંત દિલ્હીથી ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ રૂરકીના હમ્માદપુર ઝાલમાં પહોંચ્યા હતા અને ત્યાં કારને અકસ્માત નડ્યો હતો. સમાચાર અનુસાર, તેમને ગંભીર હાલતમાં દિલ્હી રિફર કરવામાં આવ્યા છે. પંતને કપાળ, પીઠ અને પગમાં વધુ ઈજાઓ છે. હાલ તેમની તબિયત સ્થિર છે. રિષભની પ્લાસ્ટિક સર્જરી થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિષભની કાર રેલિંગ સાથે અથડાઈ હતી. આ પછી કારમાં આગ લાગી હતી. જોકે આ પહેલા ઋષભ કારમાંથી બહાર નીકળી ગયો હતો. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે મોટી મુશ્કેલીથી આગ પર કાબુ મેળવ્યો હતો. આ પછી પંતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને દિલ્હી રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઋષભ પંત 3 જાન્યુઆરીથી શ્રીલંકા સામે રમાનાર T20 ક્રિકેટ ટીમમાં પસંદ ન થયા બાદ દિલ્હીથી ધાંધેરા રૂરકીમાં તેના ઘરે પરત ફરી રહ્યો હતો. તેમની કારને સવારે 5:30 વાગ્યે નરસાન નજીક અકસ્માત નડ્યો હતો. રિષભને દિલ્હી રોડ પરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મેંગલોરના ઈન્સ્પેક્ટર મનોજ મૈનવાલે જણાવ્યું કે ઋષભ પંત દિલ્હીથી જાતે ડ્રાઈવ કરીને રૂરકી આવી રહ્યો હતો. નરસન પાસે વાહન ડિવાઈડર સાથે અથડાયું હતું. ડૉક્ટરે કહ્યું કે તેને ગંભીર ઇજાઓ થઈ છે.
ઋષભ પંતના અકસ્માત બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીનું નિવેદન આવ્યું છે. તેણે કહ્યું, “જો જરૂર પડશે તો ઋષભ પંતને એરલિફ્ટ કરવામાં આવશે. જરૂરિયાત મુજબ તમામ તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તેમની સારવારનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. તેમને તમામ સુવિધાઓ આપવામાં આવશે.”
ઉલ્લેખનીય છે કે, રિષભ ટીમ ઈન્ડિયા સાથે બાંગ્લાદેશ પ્રવાસ પર ગયો હતો. પરંતુ ઈજાના કારણે તેને બ્રેક આપવામાં આવ્યો હતો. પંતને શ્રીલંકા સામેની ટી20 અને વનડે શ્રેણીમાંથી પણ બ્રેક આપવામાં આવ્યો છે.