IND vs ENG: ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયા ઇગ્લેન્ડ પહોંચી, જુઓ ખાસ તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટેસ્ટ ટીમ ઇગ્લેન્ડ પહોંચી ગઈ છે. વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, ઓફ સ્પિનર આર. અશ્વિન, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, ઝડપી બોલર મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને પ્રણભવ કૃષ્ણા, બેટ્સમેન ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી અને વિકેટકીપર કેએસ ભરત પણ ઇગ્લેન્ડ પહોંચી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટીમે ગુરુવારે વહેલી સવારે લંડનની ફ્લાઈટ પકડી હતી. લંડન પહોંચ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ લિસેસ્ટર જશે. ત્યાં ભારતીય ખેલાડીઓ 24 થી 27 જૂન દરમિયાન લિસેસ્ટરશાયર સામે વોર્મ-અપ મેચ રમીને પ્રવાસની શરૂઆત કરશે.
ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સહિત બાકીની ટીમ દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20 શ્રેણી બાદ યુકે જવા રવાના થશે. ગયા વખતની જેમ આ વખતે બાયો-બબલ ન હોવાથી કોઈ ચાર્ટર ફ્લાઈટ બુક કરાઇ નહોતી. ઈંગ્લેન્ડ જતા પહેલા તમામ ખેલાડીઓની કોવિડ-19 માટે તપાસ કરવામાં આવી હતી.
ભારતે 1 થી 5 જૂલાઈ દરમિયાન 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડનો સામનો કરવાનો છે. નોંધપાત્ર વાત એ છે કે, ગયા વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસ પર ભારતીય ટીમ કોવિડ-19ના કેસને કારણે છેલ્લી ટેસ્ટ મેચ રમી શકી ન હતી. ટીમ ઈન્ડિયા હાલમાં ચાર ટેસ્ટ મેચ બાદ 2-1થી આગળ છે.
કેએલ રાહુલ પણ ઈંગ્લેન્ડ સામેની ટીમનો ભાગ છે, પરંતુ તે ઇગ્લેન્ડ પ્રવાસમાથી બહાર થઇ ગયો છે. રાહુલ સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝની શરૂઆત પહેલા ઈજાગ્રસ્ત થયો હતો, જેમાંથી તે હજુ સુધી સ્વસ્થ થયો નથી.
ભારત આ મહિને આયર્લેન્ડના પ્રવાસ પર બે ટી-20 મેચ રમશે. જેના માટે ભારતે ટીમની જાહેરાત કરી દીધી છે. આયર્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે જ્યારે ભૂવનેશ્વર કુમારને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ભારતીય ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત (WK), કેએસ ભરત (WK), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન , શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના., મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.
તમામ તસવીરો ટ્વિટર પરથી લેવામાં આવી છે.