પૂજારા-રહાણેને 'PURANE' (પુરાને) ગણાવીને કરાયા ટ્રોલ, જુઓ બંને પર બન્યા કેવા ફની મીમ્સ....
દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ જોહાનિસબર્ગના ધ વેન્ડરર્સ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોહાનિસબર્ગ ટેસ્ટના પ્રથમ દાવમાં પુજારા અને રહાણેનું બેટ ફરી એકવાર શાંત રહ્યું હતું. જ્યારે ચેતેશ્વર 3 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે રહાણે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.
આ સાથે ભારતીય ટેસ્ટ ટીમના ભૂતપૂર્વ વાઇસ કેપ્ટને એક અનિચ્છનીય રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. અજિંક્ય તેની અત્યાર સુધીની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ બોલ પર આઉટ થયો હતો.
પૂજારા અને રહાણેના આ નિરાશાજનક પ્રદર્શન બાદ ક્રિકેટ ચાહકો તેમને સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી રહ્યા છે.
રહાણે અને પુજારાના આઉટ થતાની સાથે જ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ઓલિવિયરે પણ પોતાની કારકિર્દીની 50 વિકેટ પૂરી કરી લીધી છે.
સોશિયલ મીડિયા પર ચાહકો હવે ટીમમાં રહાણે અને પૂજારાના ખરાબ પ્રદર્શન પર સવાલ ઉઠાવી રહ્યા છે.