Photos: સચિન બાળપણમાં ફાસ્ટ બોલર બનવા માંગતો હતો, એક ઘટનાએ તેને મહાન બેટ્સમેન બનાવ્યો
પોતાની શાનદાર બેટિંગથી મહાન બોલરોને ઘૂંટણિયે લાવનાર સચિન તેંડુલકર પોતે બોલર બનવા માંગતો હતો. હા, તમે બરાબર વાંચ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકારકિર્દીના શરૂઆતના દિવસોમાં સચિન તેંડુલકરને ફાસ્ટ બોલર બનવાની ઈચ્છા હતી. તેની આ ઈચ્છા સાથે તેંડુલકર મુંબઈથી ચેન્નાઈ પેસ એકેડમી પહોંચી ગયો હતો.
આ પેસ એકેડમીમાં સચિનને ટર્નિંગ પોઈન્ટ મળ્યો, ત્યારબાદ તેણે પોતાનું તમામ ધ્યાન બોલિંગ પર નહીં પણ બેટિંગ પર કેન્દ્રિત કર્યું.
વાસ્તવમાં, પેસ એકેડમીમાં, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ડેનિસ લિલીએ સચિન તેંડુલકરને ઝડપી બોલિંગ કરવાની મનાઈ કરી હતી.
લિલીએ તેંડુલકરને સલાહ આપી કે તેણે બોલિંગને બદલે બેટિંગ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ પછી, તેંડુલકરે બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તે વિશ્વના મહાન બેટ્સમેનોમાંનો એક બની ગયો.
જોકે સચિન પાર્ટ-ટાઇમ સ્પિનર તરીકે બોલિંગ કરતો હતો. તેણે ટેસ્ટમાં 46, વનડેમાં 154 અને T20 ઈન્ટરનેશનલમાં 1 વિકેટ લીધી હતી.