શુભમન ગિલનો લોર્ડ્સ ટેસ્ટમાં ઇતિહાસ: માત્ર 16 રન બનાવી તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ
Shubman Gill record: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં એક નવો ઇતિહાસ રચ્યો છે.
લોર્ડ્સ ખાતે ચાલી રહેલી આ મેચની પ્રથમ ઇનિંગમાં ભલે તે માત્ર 16 રન બનાવી શક્યો, તેમ છતાં તેણે ઇતિહાસના પાનામાં પોતાનું નામ સુવર્ણાક્ષરે અંકિત કરી દીધું છે.
1/6
આ પ્રદર્શન સાથે ગિલે ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં એશિયન કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો છે.
2/6
અગાઉ, આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો, જેણે 2018માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 593 રન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. કોહલીએ આ સિદ્ધિ દ્વારા મોહમ્મદ અઝહરુદ્દીનનો 28 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો, જેમણે 1990માં 426 રન બનાવ્યા હતા.
3/6
હવે, શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ મેચ પહેલા ગિલે 585 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગમાં માત્ર 9 રન બનાવતાની સાથે જ તેણે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી લીધી હતી.
4/6
આ સાથે જ ગિલ એશિયન કેપ્ટન તરીકે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં 600 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. જોકે, ખેલાડી તરીકે તે હજુ પણ રાહુલ દ્રવિડથી એક રન પાછળ છે, જેમણે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં 602 રન બનાવ્યા હતા. ગિલ આ મેચની બીજી ઇનિંગમાં માત્ર 2 રન બનાવીને આ રેકોર્ડ પણ તોડી શકે છે.
5/6
ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની વાત કરીએ તો, કેપ્ટન તરીકે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં 600 રનનો આંકડો પાર કરનાર ગિલ ફક્ત ત્રીજો કેપ્ટન છે. ગિલ અત્યાર સુધી આ શ્રેણીમાં કુલ 601 રન બનાવી ચૂક્યો છે.
6/6
ગિલ ઉપરાંત, વેસ્ટ ઇન્ડિઝના ગેરી સોબર્સ અને દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથે પણ ઇંગ્લેન્ડમાં 600 થી વધુ રન બનાવ્યા છે. સોબર્સે 1966માં 722 રન બનાવ્યા હતા, જ્યારે સ્મિથે 2003માં 714 રન નોંધાવ્યા હતા. ગિલની આ સિદ્ધિ ભારતીય ક્રિકેટ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે.
Published at : 12 Jul 2025 05:09 PM (IST)