Kusal Mendis Century: શ્રીલંકાના કુસલ મેંડિસે પાકિસ્તાન સામે 65 બોલમાં ફટકારી સદી, જાણો વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી ફટાકારનારા ખેલાડીઓ વિશે
શ્રીલંકાના કુસલ મેંડિસે માત્ર 65 બોલમાં સદી પૂરી કરી હતી. જેની સાથે તે વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી ફટકારનારો છઠ્ઠો ખેલાડી બન્યો હતો. મેંડિસે પાકિસ્તાન સામે 77 બોલમાં 122 રનની ઈનિંગ રમીને આઉટ થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરામે શ્રીલંકા સામે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. એડન માર્કરામે માત્ર 49 બોલમાં સદીનો આંકડો પાર કરી લીધો હતો. (ફોટો ક્રેડિટ- PTI)
એઇડન માર્કરામે શ્રીલંકા સામે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ ખેલાડીએ તાજેતરમાં જ 49 બોલમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે પોતાની ઇનિંગમાં 14 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ રીતે એડન માર્કરામ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઓછા બોલમાં સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. (ફોટો ક્રેડિટ- PTI)
દરમિયાન, આયર્લેન્ડના કેવિન ઓ'બ્રાયન આ યાદીમાં બીજા સ્થાને છે. વર્લ્ડ કપ 2011માં કેવિન ઓ'બ્રાયન 50 બોલમાં સદી ફટકારી હતી. આ મેચમાં આયર્લેન્ડે કેવિન ઓ'બ્રાયનની સદીની મદદથી ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
ઑસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ એઇડન માર્કરામ અને કેવિન ઓ'બ્રાયન પછી ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના આ ઓલરાઉન્ડરે વર્લ્ડ કપ 2015માં માત્ર 51 બોલમાં સદીનો આંકડો પાર કર્યો હતો. તેણે આ સદી પાકિસ્તાન સામે ફટકારી હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સ ચોથા નંબર પર છે. વર્લ્ડ કપ 2015માં એબી ડી વિલિયર્સે વેસ્ટ ઈન્ડિઝ સામે 52 બોલમાં સદી ફટકારી હતી. વર્લ્ડ કપના ઈતિહાસમાં આ ચોથી સૌથી ઝડપી સદી છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈયોન મોર્ગન પાંચમા નંબર પર છે. વર્લ્ડ કપ 2019માં ઈયોન મોર્ગને અફઘાનિસ્તાન સામે 57 બોલમાં સદી ફટકારી હતી. ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પાંચમી સૌથી ઝડપી સદી છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)