Photos: વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માની નેટવર્થ અને સેલેરી કેટલી છે ? તસવીરોમાં જુઓ ફૂલ ડિટેલ્સ
Abhishek Sharma: અભિષેક શર્માએ તાજેતરમાં IPLમાં ધૂમ મચાવી હતી. આ સાથે જ હવે તેણે ઝિમ્બાબ્વે સામે તોફાની સદી ફટકારી હતી, પરંતુ શું તમે આ ખેલાડીની નેટવર્થ અને સેલેરી વિશે જાણો છો?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝિમ્બાબ્વે સામેની બીજી ટી20માં અભિષેક શર્માએ 47 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. આ શાનદાર ઇનિંગ માટે અભિષેક શર્માને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પહેલા આઈપીએલમાં અભિષેક શર્માએ તોફાની બેટિંગ બતાવી હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક શર્માની કુલ સંપત્તિ અંદાજે 12 કરોડ રૂપિયા છે. અત્યાર સુધી અભિષેક શર્માએ તેની મોટાભાગની કમાણી ડૉમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલમાંથી કરી છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
અભિષેક શર્મા આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે. અભિષેક શર્માની આઈપીએલ સેલરી 6.5 કરોડ રૂપિયા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે આઇપીએલની હરાજીમાં અભિષેક શર્માને 6.5 કરોડ રૂપિયામાં સામેલ કર્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
અભિષેક શર્માને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાંથી પ્રતિ મેચ 1.11 લાખ રૂપિયા મળે છે. આ સિવાય વિજય હજારે ટ્રોફીમાંથી પ્રતિ મેચ 3.24 લાખ રૂપિયા કમાય છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
ઉપરાંત, અભિષેક શર્મા ઘરેલુ ક્રિકેટમાં પંજાબનું પ્રતિનિધિત્વ કરે છે. અભિષેક શર્માને રણજી ટ્રોફીમાં પ્રતિ મેચ 12.6 લાખ રૂપિયા મળે છે. જ્યારે આ યુવા ખેલાડી જાહેરાતોમાંથી વાર્ષિક 6-8 લાખ રૂપિયાની કમાણી કરે છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)