IND vs ZIM, T20 WC: મેલબર્નમાં જોવા મળ્યો મુંબઈ જેવો માહોલ, મોટી સંખ્યામાં ઉમટ્યા ટીમ ઈન્ડિયાના ફેંસ, જુઓ તસવીરો
મેચમાં ભારતે ટોસ જીતીને બેેટિંગનો ફેંસલો કર્યો છે. ટીમ ઈન્ડિયામાં બે બદલાવ કરવામાં આવ્યા છે. દીપક હુડાના બદલે અક્ષર પટેલ અને દિનેશ કાર્તિકના સ્થાને રિષભ પંતને સ્થાન મળ્યું છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેચ પહેલા ભારતીય ટીમના ફેંસ મોટી સંખ્યામાં મેલબર્ન ક્રિકેટ ગાઉન્ડ પહોંચ્યા હતા. જેને લઈ અહીં ભારત જેવો માહોલ જોવા મળ્યો હતો.(તસવીર સૌજન્યઃ એએનઆઈ)
ભારત આજે મેચ હારે કે જીતે કોઈ ફરક પડવાનો નથી. તેમ છતા મોટી સંખ્યામાં ભારતીય પ્રશંસકો મોટી સંખ્યામાં પહોંચી ગયા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
મેચ જોવા આવેલા નાના બાળકોએ હાથમાં આ વખતે ભારત વર્લ્ડકપ જીતશે તેવું બેનર દર્શાવ્યું હતું. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
વિરાટ કોહલી મેચ શરૂ થવા પહેલા મેદાન પર આવ્યો ત્યારે સ્ટેડિયમમાં ઉપસ્થિત ભારતીયોએ કોહલી...કોહલી..ના નારા લગાવ્યા હતા.
તસવીર સૌજન્ય - ટ્વિટર