આ ખતરનાક ખેલાડી ભારતીય ટીમમાં પરત ફરશે... સુપર-8માં આવી હોઈ શકે છે પ્લેઈંગ 11
આ મેચમાં કેપ્ટન રોહિત સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. તે પોતાના પ્લેઇંગ-11માં મોટો ફેરફાર કરી શકે છે. સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ પ્રવેશ કરી શકે છે. તેમના માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને બહાર બેસાડવામાં આવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેનું એક મોટું કારણ એ છે કે બાર્બાડોસના આ મેદાન પર સ્પિનરોને ઘણી મદદ મળે છે. આ વર્લ્ડ કપ અંતર્ગત અહીં છેલ્લી મેચ 8 જૂને રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 36 રને હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના સ્પિનર એડમ ઝમ્પાને 2 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ ભારતીય ફાસ્ટ બોલર સિરાજ આ વર્લ્ડ કપમાં પોતાના ફોર્મમાં નથી. તેણે અત્યાર સુધી 3 મેચ રમી છે અને માત્ર 1 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં સુકાની રોહિત હવે સિરાજની જગ્યાએ કુલદીપને તક આપીને 3 સ્પિનરો સાથે મેચમાં ઉતરી શકે છે.
કુલદીપ ઉપરાંત રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ પણ પ્લેઈંગ-11માં હોઈ શકે છે. જ્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને શિવમ દુબે ફાસ્ટ બોલિંગમાં જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહને સપોર્ટ કરી શકે છે. જોકે શિવમ બહુ ઓછી બોલિંગ કરે છે.
આવી હોઈ શકે છે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.
તમામ તસવીરો - બીસીસીઆઈ