Photos: ટીમ સેમિફાઇનલમાં પહોંચતા રસ્તા પર ઉતરી ઉજવણી કરવા લાગ્યા અફઘાનિસ્તાનના લોકો
Afghanistan: T20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે જીત મેળવીને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. આ જીત બાદ અફઘાનિસ્તાનમાં લોકોની ભીડને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાન T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. અફઘાનિસ્તાન ટુર્નામેન્ટની છેલ્લી સુપર-8 મેચમાં બાંગ્લાદેશને હરાવીને ક્વોલિફાય કર્યું હતું. અફઘાનિસ્તાને પ્રથમ વખત ICC ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટીમ સેમિફાઈનલમાં પહોંચતા જ લોકોએ ઉજવણી દરમિયાન અફઘાનિસ્તાનના રસ્તાઓ બ્લોક કરી દીધા હતા.
અફઘાનિસ્તાન સેમિફાઈનલમાં પહોંચતાની સાથે જ અફઘાનિસ્તાનના રસ્તાઓ પર ઉજવણી કરવા માટે ભીડ એકઠી થઈ ગઈ હતી, જેની તસવીરો અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે જ શેર કરી હતી.
તસવીરોમાં જોઈ શકાય છે કે લોકોની ભીડને કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. રસ્તાઓ પર ભીડ એટલી હદે એકઠી થઈ ગઈ હતી કે ટ્રાફિક જામ થઇ ગયો હતો
ત્યારબાદ મજબૂરીમાં આ ભીડને હટાવવા માટે અફઘાન સરકાર દ્વારા વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરમાં માત્ર 115 રન બનાવ્યા હતા, પરંતુ આ ટીમ માટે વિનિંગ ટોટલ સાબિત થયું હતું.
લક્ષ્યનો પીછો કરતી વખતે બાંગ્લાદેશની ઇનિંગ્સ દરમિયાન વરસાદે ઘણી વખત ખલેલ પહોંચાડી હતી અને જેના કારણે બાંગ્લાદેશને ડકવથ લૂઇસના હેઠળ 19 ઓવરમાં 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બાંગ્લાદેશ 17.5 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.