T20 WC: ઈંગ્લેન્ડે બે વર્લ્ડકપ જીતવાના મામલે વેસ્ટ ઈન્ડિઝની કરી બરોબરી, જાણો અત્યાર સુધીમાં કોણે જીતી ટુર્નામેન્ટ
2007માં ટી20 વર્લ્ડકપની શરૂઆત થઈ હતી. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2007ની ટી20 વર્લ્ડકપમાં ભારત સામે હારનારી પાકિસ્તાની ટીમે 2009માં વિજેતા બની હતી. ગઈકાલે તેમની પાસે ફરી ઈતિહાસ રચવાનો મોકો હતો, પણ બેન સ્ટોક્સની બેટિંગના કારણે જીતી ન શક્યા.
2010માં ઈંગ્લેન્ડ જીત્યું હતું. જેની સાથે પ્રથમ વખત ઈંગ્લેન્ડ આઈસીસી ટ્રોફી જીત્યું હતું. ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટથી હાર આપી હતી.
2012માં વેસ્ટ ઈન્ડિઝ વિજેતા બન્યું હતું. ક્રિસ ગેઇલ સહિતના દિગ્ગજોથી ભરેલી કેરેબિયન ટીમે શ્રીલંકાને હરાવ્યું હતું.
2014માં શ્રીલંકાએ ભારતને 6 વિકેટથી હરાવી ટ્રોફી પર કબજો કર્યો હતો. આ મેચમાં મલિંગાએ શાનદાર બોલિગ કરી હતી.
2016માં વેસ્ટ ઈન્ડિઝ ફરી ટી20 ચેમ્પિયન બન્યું હતું. ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સની ઓવરમાં કાર્લોસ બ્રેથવેટે ચાર છગ્ગા મારીને વેસ્ટ ઈન્ડિઝને જીતાડ્યું હતું.
2021માં ટી20 વર્લ્ડકપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવ્યું હતું. (તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા)