ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટરો કરી રહ્યા છે આકરી મહેનત, જુઓ તસવીરો
તસવીરોમાં ઋષભ પંત, ટી, નટરાજન, વરુણ ચક્રવર્તી, ચેતેશ્વર પુજારા સહિતના ક્રિકેટરો આકરી વર્કઆઉટ ટ્રેનિંગ કરતાં દેખાઇ રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાસ વાત છે કે ભારતીય ટીમ 69 દિવસના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે, અહીં ત્રણ મેચોની વનડે અને ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાશે. આ પછી ચાર મેચોની ટેસ્ટ સીરીઝ રમાવવાની છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ શનિવારે લાંબા સમય બાદ ટ્રેનિંગ શરૂ કરી દીધી. ટીમ ગુરુવારે અહીં પહોંચી ગઇ હતી. શુક્રવારના દિવસે સિડની ઓલિમ્પિક પાર્ક હૉટલમાં વિતાવ્યો, ટીમ આ સમયે સિડની ઓલિમ્પિક પાર્કની પુલમેન હૉટલમાં ક્વૉરન્ટાઇન થઇ હતી.
બીસીસીઆઇએ ટ્વીટ કરતા લખ્યું- વિમાનમાંથી ઉતર્યાના બે દિવસ બાદ ભારતીય ટીમે આજે પહેલીવાર બહાર પ્રેક્ટિસ કરી. શરીરને ચલાવવા માટે થોડી ગણી રનિંગ.
બીસીસીઆઇએ પોતાના ટ્વીટર હેન્ડલ પર તસવીરો શેર કરી છે, જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સખત મહેનત કરતા દેખાઇ રહ્યાં છે.
ન્યૂ સાઉથ વેલ્સની સરકારે ભારતીય ટીમને ક્વૉરન્ટાઇનમાં રહેતા ટ્રેનિંગ કરવાની પરમીશન આપી દીધી હતી. ભારતીય ટીમના ખેલાડીઓએ શનિવારે જીમ અને ટ્રેનિંગ, રનિંગમાં જબરદસ્ત મહેનત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -