Photos: Team India ના ખેલાડીઓએ નેટ પર ઘણો પરસેવો પાડ્યો, આ ખેલાડીને મળી શકે છે આગામી મેચની પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી
India vs Hong Kong: એશિયા કપ 2022માં ભારતની બીજી મેચ હોંગકોંગ સામે થશે. ભારત આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં દીપક હુડાને જગ્યા આપી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયા તેની આગામી મેચ હોંગકોંગ સામે રમશે. આ મેચ પહેલા ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું.
મંગળવારે હોંગકોંગ સામેની મેચને લઈને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ભારે પરસેવો પાડ્યો હતો. ભારત આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.
ટીમ ઈન્ડિયા હોંગકોંગ સામે દીપક હુડ્ડાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપી શકે છે. દીપકે છેલ્લી ઘણી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
મંગળવારે તે નેટ્સમાં પરસેવો પાડતો જોવા મળ્યો હતો. ઓલરાઉન્ડર દીપક બેટિંગની સાથે બોલિંગમાં પણ માહેર છે.
દીપક હુડાની સાથે રવિ બિશ્નોઈને પણ સ્થાન મળી શકે છે. યુઝવેન્દ્ર ચહલ છેલ્લી મેચ રમ્યો હતો. પરંતુ ભારત રવિને તક આપીને અજમાવવા માંગશે. સ્પિન બોલર રવિએ અગાઉની મેચોમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું છે.
દિનેશ કાર્તિક પાકિસ્તાન સામે રમ્યો હતો. કાર્તિકની જગ્યાએ રિષભ પંતને તક મળી શકે છે. જોકે, કાર્તિક છેલ્લા કેટલાક બોલ રમવા માટે મેદાનમાં પહોંચ્યો હતો. પરંતુ ત્યારબાદ તેણે હાર્દિક પંડ્યાને સ્ટ્રાઈક આપી હતી.
સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન પણ મેદાન પર જોવા મળ્યો હતો. તેણે નેટ્સમાં ઘણી બોલિંગ કરી. ભારતીય ટીમ હોંગકોંગ સામેની પ્લેઈંગ ઈલેવનમાં ઘણા ફેરફાર કરી શકે છે.