Photos: ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ સીરિઝ માટે ડોમિનિકામાં શરૂ કરી પ્રેક્ટિસ, દ્રવિડ પાસે ટિપ્સ લેતો જોવા મળ્યો જાડેજા
India vs West Indies: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 12 જૂલાઈથી રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાએ ડોમિનિકામાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 12 જૂલાઈથી ડોમિનિકામાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ સોમવારે ટેસ્ટ સીરિઝની શરૂઆત કરશે. દરમિયાન વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ સહિત તમામ ખેલાડીઓએ પરસેવો પાડ્યો હતો.
જાડેજા અને રવિચંદ્રન અશ્વિન કોચ રાહુલ દ્રવિડ પાસેથી ટિપ્સ લેતા જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાના કોચ દ્રવિડ ખેલાડીઓ માટે ઘણા મદદગાર સાબિત થયા છે. અશ્વિન અને જાડેજા ભારતના ઓલરાઉન્ડર ખેલાડી છે. આ બંનેએ બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.
વિરાટ કોહલીએ વિશ્વની ઘણી મોટી ટીમો સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામે તેનો રેકોર્ડ સારો છે. તે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ શ્રેણીમાં એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે.
ભારતે ટેસ્ટ શ્રેણી માટે નવા ખેલાડીઓને પણ તક આપી છે. ટીમ ઈન્ડિયાએ વિકેટ કીપર બેટ્સમેન શ્રીકર ભરત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ડોમેસ્ટિક મેચોમાં ભરતનો રેકોર્ડ સારો છે. હવે તેની પાસે ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાની સારી તક છે.
ભારતે યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને પણ ટીમમાં સ્થાન આપ્યું છે. નવદીપ સૈની પણ તેનો એક ભાગ છે. જયસ્વાલને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવું લગભગ નિશ્ચિત છે.