IND vs SA: સાઉથ આફ્રિકામાં આ ભારતીય બોલરોએ ઝડપી છે સૌથી વધુ ટેસ્ટ વિકેટ, ટોપ પર છે અનિલ કુંબલે
IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. આ પહેલા જાણી લો દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ટોપ-5 ભારતીય બોલર કોણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ભારતીય બોલરોમાં અનિલ કુંબલે ટોપ પર છે. તેણે 12 મેચમાં 45 વિકેટ લીધી છે. અહીં તેણે 32ની બોલિંગ એવરેજ અને 84ની સ્ટ્રાઈકિંગ રેટ સાથે બોલિંગ કરી છે.
દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ ઝડપનાર ભારતીય બોલર જવાગલ શ્રીનાથ છે. આ પૂર્વ ફાસ્ટ બોલરે અહીં માત્ર 8 મેચમાં 43 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેની બોલિંગ એવરેજ 25 અને સ્ટ્રાઈકિંગ રેટ 52 હતી.
મોહમ્મદ શમી આ મામલે ત્રીજા નંબર પર છે. શમીએ દક્ષિણ આફ્રિકામાં 8 ટેસ્ટ મેચ રમી છે અને 35 વિકેટ લીધી છે.
પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને દક્ષિણ આફ્રિકામાં 30 ટેસ્ટ વિકેટ લીધી છે. તેણે 8 ટેસ્ટ મેચોમાં 35ની બોલિંગ એવરેજ અને 62ના સ્ટ્રાઈકિંગ રેટથી બોલિંગ કરી છે.
ટોપ-5ની આ યાદીમાં શ્રીસંત પણ સામેલ છે. શ્રીસંતે દક્ષિણ આફ્રિકામાં માત્ર 6 ટેસ્ટ મેચમાં 27 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેની બોલિંગ એવરેજ 28 અને સ્ટ્રાઈકિંગ રેટ 47 હતી.