World Cup 2023: પાકિસ્તાન સામેની મેચ પહેલા હોટલમાં ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત, જુઓ તસવીરો
World Cup 2023: શનિવાર 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો શરુ થશે. આ માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ આપી પહોંચી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા સહિતના ખેલાડીઓ ITC નર્મદા હોટલ પહોંચ્યા હતા.
અહીં દરેક ખેલાડીઓનું હોટેલ દ્વારા હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ બુધવારે અમદાવાદ આવી પહોંચી હતી, તો આજે ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ આવી પહોંચી છે.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમદ સિરાજ, બૂમરાહ સહિતના ખેલાડીઓ આઈટીસી નર્મદા હોટેલ પર આવી પહોંચ્યા હતા.
બસમાં બેસી ટીમ ITC નર્મદા હોટલ પહોંચી હતી. અહીં પોતાના માનિતા ખેલાડી સાથે ફોટો અને ઓટોગ્રાફ લેવા ક્રિકેટરસિકોએ પડાપડી કરી હતી.
દિલ્હીમાં અફઘાનિસ્તાનને પરાજય આપ્યા બાદ પાકિસ્તાનને મ્હાત આપવા ભારતની ટીમ સજ્જ છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને BDDS ની ટીમ સાથે ભારતની ટીમ એરપોર્ટથી ITC નર્મદા પહોંચી હતી.
હોટલમાં રોકાણ બાદ ભારતીય ટીમ શુક્રવારે બપોરના પ્રેક્ટિસ કરશે તેવી શક્યતા છે.
પાકિસ્તાન સામે ફેન્સ વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસે મોટી ઈનિંગની આશા રાખી રહ્યા છે. હાલમાં બન્ને દિગ્ગજ સારા ફોર્મમાં છે.