Test Cricket: વોર્નરે ટેસ્ટ કરિયરની 100મી મેચમાં ફટકારી સદી, જાણો બીજા કોણ કોણ છે લિસ્ટમાં

David Warner: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર ડેવિડ વોર્નરે મેલબોર્નમાં ચાલી રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો છે. બોક્સિંગ ડે ટેસ્ટમાં શાનદાર ઇનિંગ રમીને પોતાની 100મી ટેસ્ટમાં સદી ફટકારી હતી.

સદી બાદ અનોખા અંદાજમાં સેલિબ્રેશન કરતો ડેવિડ વોર્નર

1/9
ઇંગ્લેન્ડના કોલિન કાઉડ્રીએ 1968માં ટેસ્ટ ક્રિકેટમાં સૌ પ્રથમ 100મી ટેસ્ટમાં સદી મારી હતી.
2/9
પાકિસ્તાનના જાવેદ મિયાંદાદે 1989માં આ પરાક્રમ કર્યું હતું.
3/9
વેસ્ટ ઈન્ડિઝના આક્રમક બેટ્સમેન ગોર્ડન ગ્રીનીજે પણ 100મી ટેસ્ટમાં સદી ફટકારી હતી.
4/9
ઈંગ્લેન્ડના વિકેટકિપર બેટ્સમેન એલેક્સ સ્ટુઅર્ટે વર્ષે 2000માં 100મી ટેસ્ટમાં સદી ફટકારી હતી.
5/9
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન ઈન્ઝમામ ઉલ હકે 2005માં કરિયરની 100મી ટેસ્ટમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
6/9
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને સૌથી સફળ બેટ્સમેન પૈકીના એક રિકી પોન્ટિંગે 2006માં આ સિદ્ધી મેળવી હતી. તે કરિયરની 100મી ટેસ્ટમાં બંને ઈનિંગમાં સદી ફટકારનારો એક માત્ર બેટ્સમેન છે.
7/9
સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટ ગ્રીમ સ્મિથે 2012માં 100મી ટેસ્ટમાં 100 રન બનાવ્યા હતા.
8/9
સાઉથ આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલાએ 2017માં આ કારનામું કર્યું હતું.
9/9
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન જો રૂટે 202માં આ સિદ્ધી મેળવી હતી.
Sponsored Links by Taboola