Test Cricket: ટેસ્ટ ક્રિકેટમાં 30 વર્ષ બાદ બની આ ઘટના, જાણો સૌથી ઓછા રનના અંતરના જીતના રેકોર્ડ
ઈંગ્લેન્ડ મેચ જીતી જશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ બેન ફોક્સના આઉટ થયા બાદ રમત પલટાઈ ગઈ હતી. જેમ્સ એન્ડરસનને આઉટ કરીને ન્યૂઝીલેન્ડે એક રનથી મેચ જીતી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબંને ટીમો વચ્ચેની ટેસ્ટ જીતવા માટેની લડાઇ ઘણી રોમાંચક રહી હતી. એક સમયે ઇંગ્લેન્ડની ટીમ ટેસ્ટ મેચ જીતવાની અણી પર હતી પરંતુ ન્યૂઝીલેન્ડના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આ જ કારણ હતું કે છેલ્લા બેટ્સમેન તરીકે બેટિંગ કરવા આવેલા જેમ્સ એન્ડરસનને વેગનરે આઉટ કરીને ન્યૂઝીલેન્ડને ઐતિહાસિક જીત અપાવી હતી. વાસ્તવમાં જ્યારે ઇંગ્લેન્ડને જીતવા માટે 7 રનની જરૂર હતી અને માત્ર 1 વિકેટ બાકી હતી ત્યારે એન્ડરસને ચોગ્ગો ફટકાર્યો હતો. જેણે મેચ ખૂબ જ રોમાંચક બનાવી દીધી.
ઇંગ્લેન્ડને જીતવા માટે 2 રનની જરૂર હતી પરંતુ નીલ વેગનરે એન્ડરસનને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને 1 રને જીત અપાવી હતી.
આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે 1993માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે માત્ર 1 રને જીત મેળવી હતી. આમ 30 વર્ષ બાદ ફરી ટેસ્ટમાં માત્ર 1 રનના અંતરથી કોઈ ટીમનો વિજય થયો હતો.
ઈંગ્લેન્ડે 2005માં ઓસ્ટ્રેલિયા સામે બર્મિંગહામમાં 2 રને જીત રોમાંચક જીત મેળવી હતી.
ઓસ્ટ્રેલિયાએ 1902માં તેના કટ્ટર હરિફ ઈંગ્લેન્ડને માંચેસ્ટરમાં 3 રનથી હાર આપી હતી. ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસની આ 73મી ટેસ્ટ મેચ હતી.
ઈંગ્લેન્ડે 1982માં ઓસ્ટ્રેલિયાને મેલબર્નમાં 3 રને હરાવ્યું હતું.