આ ક્રિકેટર છ બોલમાં છ છગ્ગા ફટકારવાનું કરી ચુક્યા છે કારનામું, જાણો કેટલા ભારતીય છે લિસ્ટમાં
શ્રીલંકાના ક્રિકેટર થિસારા પરેરાએ ઘરેલુ ક્રિકેટમાં રમતી વખતે છ બોલમાં છ છગ્ગા ફટકારવાની ઉપલબ્ધી હાંસલ કરી હતી. જેની સાથે તે એક જ ઓવરમાં છ સિક્સર ફટકારનારો શ્રીલંકાનો પ્રથમ ખેલાડી બન્યો હતો. લિસ્ટ-એ ક્રિકેટ કરિયરમાં કુલ નવ ખેલાડીઓ આ સિદ્ધી હાંસલ કરી ચુક્યા છે. એક ઓવરમાં સળંગ છ છગ્ગા મારવાનો રેકોર્ડ સૌપ્રથમ વેસ્ટ ઈન્ડિઝના ગારફિલ્ડ સોબર્સે બનાવ્યો હતો. તેમણે 1968માં ફર્સ્ટ ક્લાસ મેચમા આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે બાદ 1985માં ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ અને પૂર્વ ઓલરાઉન્ડર રવિ શાસ્ત્રીએ 1985માં ફર્સ્ટ કલાસ મેચમાં સળંગ છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા.
2007માં વન ડેમાં સાઉથ આફ્રિકાના હર્ષેલ ગિબ્સે આ સિદ્ધી મેળવી હતી. વન ડેમાં આ પરાક્રમ કરનારો તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર હતો.
2007ના ટી-20 વર્લ્ડકપમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ઈંગ્લેન્ડ સામે છ બોલમાં છ છગ્ગા ઠોક્યા હતા.
2017માં ટી-20માં રોસ વાઈટેલે પણ આવું પરાક્રમ કર્યુ હતું.
અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહ જજઈએ 2018માં ટી-20માં છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા.
કોરોનાના કારણે ગત વર્ષે મોટાભાગે ક્રિકેટ બંધ રહી હતી. પરંતુ તે વર્ષે લિયો કાર્ટરે ટી-20માં સળંગ છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડે તાજેતરમાં જ શ્રીલંકા સામે છ બોલમાં 6 છગ્ગા ફટકારીને ટીમને જીતાડી હતી. તેણે હેટ્કિ લેનારા બોલર અકિલા ધનંજયની ધોલાઈ કરી હતી.
થિસારા પરેરાએ રવિવારે અહીં પનાગોડામાં સૈન્ય મેદાનમાં ચાલી રહેલી મેજર ક્લબ્સ લિમિટેડ ઓવર લિસ્ટ એ ટૂર્નામેન્ટમાં હાંસલ કરી હતી. તે બ્લૂમફીલ્ડ ક્રિકેટ અને એથલેટિક ક્લબ સામેની મેચમાં શ્રીલંકન આર્મીની કેપ્ટનશીપ કરી રહ્યો હતો.