Cricket: આ ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત મળ્યો છે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ
દક્ષિણ આફ્રિકાના જેક કાલિસ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. તે 23 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતી ચૂક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુથૈયા મુરલીધરને શ્રીલંકા તરફથી રમતા 19 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. આ યાદીમાં તે બીજા સ્થાને છે.
ઓસ્ટ્રેલિયાના શેન વોર્ને ટેસ્ટ ક્રિકેટમાં 17 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. ઓસ્ટ્રેલિયા માટે વોર્ન શાનદાર સ્પિન બોલર રહ્યો છે. આ યાદીમાં તે ત્રીજા સ્થાને છે.
વસીમ અકરમ પણ આ યાદીનો એક ભાગ છે અને તે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 17 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ જીતી ચૂક્યો છે. આ યાદીમાં શેન વોર્નની સાથે વસીમ અકરમ ત્રીજા સ્થાને છે.
ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર આ યાદીમાં ચોથા સ્થાને છે. સચિન તેંડુલકરે તેની ટેસ્ટ કારકિર્દીમાં 14 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે.