IPLમાં આ ખેલાડીઓએ લીધી સૌથી વધુ હેટ્રિક, લિસ્ટમાં સામેલ 1 વિસ્ફોટક બેટ્સમેન
નવી દિલ્હીઃ IPL વિશ્વની સૌથી વધુ જોવામાં આવતી લીગ છે. અહીં દર્શકોને રોમાંચ, ઉત્તેજના અને તણાવ ભરપૂર માત્રામાં જોવા મળે છે. T20 ક્રિકેટને મોટાભાગે બેટ્સમેનની રમત ગણવામાં આવે છે. જોકે બેટ્સમેનની સાથે સાથે બોલરોનો પણ ક્યારેક દબદબો જોવા મળે છે. આજે અમે તમને અહીં આઈપીએલમાં સૌથી વધુ હેટ્રિક લેનાર ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ. આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં એક વિસ્ફોટક બેટ્સમેનનું નામ પણ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમિત મિશ્રાએ IPLમાં સૌથી વધુ હેટ્રિક લીધી છે. તેણે આ સિદ્ધિ ત્રણ વખત મેળવી છે. તે પોતાની શાનદાર બોલિંગ માટે જાણીતો છે.
યુવરાજ સિંહ હંમેશા તેની ઘાતક બોલિંગ માટે પ્રખ્યાત રહ્યો છે. તેણે IPLમાં બે હેટ્રિક લીધી છે.
પ્રવિણ તાંબેએ 41 વર્ષની ઉંમરે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે IPLમાં 33 મેચ રમીને 28 વિકેટ લીધી છે. તેણે IPLમાં 1 હેટ્રિક લીધી છે અને તે આ યાદીમાં ત્રીજા નંબર પર છે.
સેમ કરેને IPLની 32 મેચમાં 32 વિકેટ લીધી છે. તેણે આઈપીએલમાં હેટ્રિક પણ લીધી છે.
રોહિત શર્મા હંમેશા તેની ઘાતક બેટિંગ માટે જાણીતો છે. તેણે દુનિયાના દરેક ખૂણે રન બનાવ્યા છે. તે પાર્ટ ટાઈમ બોલિંગ માટે પ્રખ્યાત છે. તેણે IPLમાં 15 વિકેટ લીધી છે. તેણે આઈપીએલમાં હેટ્રિક પણ લીધી છે.