શ્રીલંકાના પરેરાએ છ બોલમાં ફટકારી છ સિક્સર, જાણો ક્યા બોલ પર ક્યાં ફટકારી સિક્સર ?
શ્રીલંકાનો ઓલ રાઉન્ડર થિસારા પરેરા (Thisara Perera)અહીં એક સ્થાનિક ટૂર્નામેન્ટ દરમિયાન ક્રિકેટમાં એક જ ઓવરમાં છ સિક્સર ફટકારનારો શ્રીલંકા(Sri Lanka)નો પ્રથમ ખેલાડી બની ગયો છે. પરેરાએ આ ઉપલબ્ધિ રવિવારે અહીં પનાગોડામાં સેન્ય મેદાનમાં ચાલી રહેલી મેજર ક્લબ્સ લિમિટેડ ઓવર લિસ્ટ એ ટૂર્નામેન્ટમાં હાંસલ કરી હતી. તે બ્લૂમફીલ્ડ ક્રિકેટ અને એથલેટિક ક્લબ સામેની મેચમાં શ્રીલંકન આર્મીની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. તેણે 13 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરેરાએ ઈનિંગમાં આઠ સિક્સ ફટકારી હતી અને આ ઈનિંગ શ્રીલંકાની યાદીમાં બીજી સૌથી ઝડપી અડધી સદી છે. પ્રથમ સિક્સ ફૂલ ટોસ પર ફટકારી હતી.
જ્યારે બીજી સિક્સ લોંગ ઓન પર ફટકારી હતી. ત્રીજી સિક્સ મિડ વિકેટ પર ફટકારી હતી. ચોથી સિક્સ પણ મિડ વિકેટ મારી હતી અને બોલર જોતો જ રહી ગયો હતો.
જ્યારે પાંચમી સિક્સ બોલરના માથા પરથી સ્ટ્રેઈટમાં ફટકારી હતી અને છઠ્ઠો છગ્ગો ફૂલટોસ પર મિડ વિકેટ પર માર્યો હતો.
પરેરા પ્રોફેશનલ ક્રિકેટમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારનાર દુનિયાનો નવમો ખેલાડી બની ગયો છે.
ઘરેલૂ ક્રિકેટમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારનારો તે શ્રીલંકાનો પહેલો બેટ્સમેન બની ગયો છે.
પરેરાએ શ્રીલંકા માટે 6 ટેસ્ટ 166 વનડે અને 64 ટી 20 અંતરરાષ્ટ્રીય મેચ રમી છે.