ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની પાંચ સૌથી મોટી ઈનિંગ, વિયાન મુલ્ડરે દિગ્ગજોની યાદીમાં મારી એન્ટ્રી

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ વેસ્ટ ઇન્ડીઝના બ્રાયન લારાએ રમી છે. સોમવારે આ યાદીમાં વિયાન મુલ્ડરનો સમાવેશ થયો છે. મુલ્ડરે ઝિમ્બાબ્વે સામે ત્રેવડી સદી ફટકારી છે.

Continues below advertisement

વિયાન મુલ્ડર

Continues below advertisement
1/6
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ વેસ્ટ ઇન્ડીઝના બ્રાયન લારાએ રમી છે. સોમવારે આ યાદીમાં વિયાન મુલ્ડરનો સમાવેશ થયો છે. મુલ્ડરે ઝિમ્બાબ્વે સામે ત્રેવડી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ બ્રાયન લારાએ રમી છે. દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર વિયાન મુલ્ડર પણ આ યાદીના ટોપ-5માં સામેલ થયો હતો. મુલ્ડરે સોમવારે ઝિમ્બાબ્વે સામે ત્રેવડી સદી ફટકારીને આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.
2/6
લારાનો રેકોર્ડ હજુ પણ અકબંધ છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 400 રન બનાવનાર ઇતિહાસનો પ્રથમ ખેલાડી છે. લારાએ 21 વર્ષ પહેલા 2004માં ઇંગ્લેન્ડ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો, જે હજુ પણ અકબંધ છે.
3/6
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી મેથ્યુ હેડન આ યાદીમાં બીજા નંબરે છે. હેડને 2003માં પર્થના મેદાન પર ઇતિહાસ રચ્યો હતો. હેડને ઝિમ્બાબ્વે સામે 380 રનની ઇનિંગ રમી હતી.
4/6
લારાનું નામ બે વાર ટોપ-5 યાદીમાં છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં લારા એકમાત્ર ખેલાડી છે જેણે બે વાર 350 રનનો આંકડો પાર કર્યો છે. લારાએ 400 રન બનાવ્યાના 10 વર્ષ પહેલાં ઈંગ્લેન્ડ સામે 375 રન બનાવ્યા હતા.
5/6
શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન મહેલા જયવર્ધનેનું નામ પણ આ યાદીમાં સામેલ છે. જયવર્ધને 2006માં કોલંબોમાં દક્ષિણ આફ્રિકા સામે 374 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી.
Continues below advertisement
6/6
મુલ્ડર આ યાદીમાં પાંચમા સ્થાને આવી ગયો છે. મુલ્ડરે ઝિમ્બાબ્વે સામે 367 રનની અણનમ ઇનિંગ રમી હતી. મુલ્ડર વિદેશમાં ટેસ્ટ ક્રિકેટમાં 350થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.
Sponsored Links by Taboola