PHOTOS: વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરે કરી મસ્તી, પ્રેક્ટિસ દરમિયાન સુંદર ક્ષણો થઈ કેદ, અહી જુઓ ફોટા
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપુણે ટેસ્ટ 24 ઓક્ટોબર, ગુરુવારથી શરૂ થઈ હતી. આ મેચ પહેલા વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર પુણેમાં પ્રેક્ટિસ દરમિયાન મસ્તી કરતા જોવા મળ્યા હતા.
કોહલી અને ગંભીરની મજાની પળોની તસવીરો સામે આવી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે ગૌતમ ગંભીર વિરાટ કોહલીની કોઈ વાત પર હસતો જોવા મળી રહ્યો છે.
આ દરમિયાન રવિન્દ્ર જાડેજા પણ ગંભીર અને કોહિલ સાથે જોવા મળ્યો હતો. એક તસવીરમાં કોહલી કોઈની નકલ કરતો જોવા મળી રહ્યો છે અને ગંભીર અને જાડેજા તેને જોઈને હસી રહ્યાં છે.
બાકીની તસવીરમાં માત્ર વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર જ દેખાય છે. આ તસવીરમાં પણ કોહલી મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાને બેંગલુરુ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.