કોરોનાની વચ્ચે કેપ્ટન કોહલીને ઓસ્ટ્રેલિયાની હૉટલમાં રહેવા માટે મળ્યો સ્પેશ્યલ પેન્ટહાઉસ સૂઇટ, જુઓ રૂમની અંદરની તસવીરો

1/6
ન્યૂ સાઉથ વેલ્સ સરકારે સીમિત સંખ્યામાં પરિવારજનોને અનુમતિ આપી છે, અને ખેલાડીઓના પરિવારજનોને ક્વૉરન્ટાઇનના નિયમોનુ પાલન કરવુ પડશે.
2/6
ટેલીગ્રાફના રિપોર્ટ પ્રમાણે હૉટલના અધિકારીઓએ ભારતીય કેપ્ટનને રોકાવવા માટે સ્પેશ્યલ પેન્ટહાઉસ સૂઇટ આપ્યુ, જ્યાં ખાસ કરીને ઓસ્ટ્રેલિયન રગ્બી દિગ્ગજ બ્રેડ ફિટલર રોકયા છે.
3/6
ડેલી ટેલાગ્રાફના રિપોર્ટ પ્રમાણે, ક્વૉરન્ટાઇન દરમિયાન તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે. ભારતીય ટીમ બે અઠવાડિયા સુધી પુલમેન હૉટલમાં રહેશે. અહીં પહેલા ન્યૂ સાઉથ વેલ્સની રગ્બી ટીમ પણ રોકાઇ હતી. તે હવે અન્ય હૉટલમાં જતી રહી છે.
4/6
અહીં ભારતીય ટીમ બ્લેકટાઉન ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ પાર્કમાં અભ્યાસ કરશે, જેને સુરક્ષિત સ્થળ તરીકે તૈયાર કરવામાં આવ્યુ છે. કેપ્ટન કોહલી એડિલેડમાં 17 થી 21 ડિસેમ્બરની વચ્ચે પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ બાદ પોતાના પહેલા બાળકના જન્મના કારણે સ્વદેશ પરત ફરી જશે.
5/6
નવી દિલ્હીઃ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે. ટીમ ઇન્ડિયાને સિડની શહેરના બહારના વિસ્તારમાં 14 દિવસ સુધી ક્વૉરન્ટાઇન પીરિયડમાં વિતાવવો પડશે. આ માટે ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાની જાણીતી મોટી હૉટલ પુલમેનનમાં રોકાવવાનો મોકો મળ્યો છે. ખાસ વાત છે કે પુલમેન હૉટલમાં વિરાટને ખાસ સગવડો આપવામાં આવી છે. હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે, તેથી કોહલીને અહીં હૉટલનો સ્પેશ્યલ પેન્ટ હાઇસ સૂઇટ આપવામાં આવ્યો છે.
6/6
ટીમ ઇન્ડિયાને અહીં પુલમેન હૉટલમાં ક્વૉરન્ટાઇન દરમિયાન અભ્યાસ કરવાની ન્યૂ સાઉથ વેલ્સ સરકારે છુટ આપી છે, અહીં ટીમ ઇન્ડિયાની સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમનારા ઓસ્ટ્રેલિયન સ્ટાર જેવા કે ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, પેટ કમિન્સ પણ છે.
Sponsored Links by Taboola