PHOTOS: આ છે ટીમ ઈન્ડિયાના સૌથી 'બદનસીબ' બેટ્સમેન, ODIમાં 99 રન પર આઉટ થયા
કૃષ્ણમ્માચારી શ્રીકાંત: ભૂતપૂર્વ દિગ્ગજ કૃષ્ણમ્માચારી શ્રીકાંત પ્રથમ ભારતીય બેટ્સમેન હતા જે ODIમાં 99 રન બનાવીને આઉટ થયા હતા. તે 1984માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં 99 રન પર પેવેલિયન પરત ફર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVVS લક્ષ્મણ: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન VVS લક્ષ્મણ પણ ODIમાં 99 રન બનાવીને આઉટ થઈ ગયા છે. 2002માં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં લક્ષ્મણ સદી ફટકારવાથી માત્ર એક રન દૂર હતો.
રાહુલ દ્રવિડ: ભૂતપૂર્વ બેટ્સમેન અને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ 99 રન પર આઉટ થવાનો શિકાર બન્યો છે. 2004માં દ્રવિડ કરાચીમાં પાકિસ્તાન સામે રમાયેલી ODI મેચમાં 99 રને આઉટ થયો હતો.
સચિન તેંડુલકર: ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર એક વર્ષમાં ત્રણ વખત ODI ક્રિકેટમાં 99 રન પર આઉટ થયો હતો. 2007માં તેંડુલકર દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન સામે 99 રન પર પેવેલિયન પરત ફર્યો હતો.
વિરાટ કોહલીઃ ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ આનો શિકાર બન્યો છે. 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં કોહલી 99 રન પર આઉટ થયો હતો.
રોહિત શર્માઃ ભારતીય કેપ્ટન રોહિત શર્મા 2016માં 99 રન પર આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાં રોહિત સાથે આવું થયું હતું.