Rishabh Pant Love Story: આ યુવતી માટે ઉર્વશી રૌતેલાને બ્લોક કરી હતી, જાણો ઋષભ પંતની લવસ્ટોરી
India Vs England: ભારતીય ટીમ હાલમાં ઇગ્લેન્ડના પ્રવાસ પર છે. અહીં બંને ટીમો વચ્ચે 1 ટેસ્ટ, 3 ODI અને 3 T20 મેચની સિરીઝ રમાઈ રહી છે. પાંચમી ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ઇગ્લેન્ડ સામે ભારતે 10 વિકેટ ગુમાવીને 416 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. પંતે 111 બોલમાં 146 રન બનાવ્યા હતા. તેણે આ મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની લવ સ્ટોર પણ ફિલ્મી છે. 16 જાન્યુઆરી 2019ના રોજ, પંતે ઇન્સ્ટાગ્રામ પર એક છોકરી સાથેનો ફોટો શેર કર્યો હતો. આ તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે હું તમને ફક્ત ખુશ રાખવા માંગુ છું, કારણ કે હું તમારા કારણે ખૂબ ખુશ છું.' આ તસવીર ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ હતી. આ રીતે પંતે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
વર્ષ 2019માં જ ઋષભ પંત અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા વચ્ચે અફેરની ખૂબ ચર્ચા હતી. બંન્ને અનેક વખત એક સાથે પણ જોવા મળ્યા હતા. પરંતુ ઉર્વશીએ આ અહેવાલોને ખોટા ગણાવીને રિષભ પંત તેનો સારો મિત્ર હોવાની વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંતે ઈશા નેગી માટે ઉર્વશીને બ્લોક પણ કરી દીધી હતી.
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીને આજે ભાગ્યે જ કોઇ નહી ઓળખતું. IPL મેચ દરમિયાન તે ઘણીવાર મેદાન પર જોવા મળી હતી. IPL 2022માં પણ ઈશાને દિલ્હી કેપિટલ્સની મેચોમાં ઘણી વખત મેદાન પર જોવા મળી હતી.
ઈશા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ જ્યારે રિષભ પંતને સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે ઈશાએ તેને ઈન્સ્ટાગ્રામ પર અભિનંદન પાઠવ્યા હતા.
ઈશાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ અનુસાર, તે એક આંત્રપ્રેન્યોર અને ઈન્ટીરીયર ડેકોર ડીઝાઈનર છે. જોકે, તે ઋષભ પંતને ક્યારે અને કેવી રીતે મળી હતી તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
ઈશાએ એમિટી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તે ઉત્તરાખંડની છે, ઋષભ પંત પણ ઉત્તરાખંડનો છે.
ઈશા નેગી તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણી ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.))