World Cup 2023માં આ ખેલાડી છે સૌથી વધુ પૈસાદાર, લિસ્ટમાં નામ જાણીને તમે પણ રહી જશો દંગ
World Cup 2023: વનડે વર્લ્ડકપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થઈ રહી છે. અહીં અમે તમને ટૉપ પાંચ એવા ક્રિકેટરો વિશે વાત કરીએ જે આર્થિક રીતે સમૃદ્ધ અને પૈસાદાર છે. આ વર્લ્ડકપ ટોપ-5 સૌથી વધુ સમૃદ્ધ પૈસાદાર ક્રિકેટર્સમાં ભારત જ નહીં ઓસ્ટ્રેલિયા ક્રિકેટરો સામેલ છે. જુઓ અહીં લિસ્ટ.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્લ્ડ કપ 2023નો સૌથી અમીર ખેલાડી વિરાટ કોહલી છે. બીસીસીઆઈ અને આઈપીએલ કૉન્ટ્રાક્ટથી જ તો તગડી રકમ કમાય છે, જોકે, આ ઉપરાંત તે તેની લોકપ્રિયતાને કારણે બ્રાન્ડ એન્ડૉર્સમેન્ટ દ્વારા સારી એવી કમાણી પણ કરે છે. કિંગ કોહલીએ પણ કેટલાય મોટા રોકાણ કર્યા છે. તેમની અંદાજિત સંપત્તિ 950 કરોડ રૂપિયાથી વધુની છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી પોતાની એક ઈન્સ્ટાગ્રામ પૉસ્ટ દ્વારા 7 કરોડ રૂપિયા કમાય છે.
આ વર્લ્ડ કપનો બીજો સૌથી અમીર ખેલાડી ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ છે. તેમની અંદાજિત સંપત્તિ 350 કરોડ રૂપિયાથી વધુ છે. ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન બન્યા બાદ તેની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ યાદીમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ત્રીજા નંબર પર છે. તેઓ 210 કરોડથી વધુની સંપત્તિનો માલિક છે.
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ પણ અહીં રોહિત શર્માથી પાછળ નથી. તેમની સંપત્તિ પણ 200 કરોડ રૂપિયાથી વધુ માનવામાં આવે છે.
આ યાદીમાં ટોપ-5માં છેલ્લું નામ પણ ઓસ્ટ્રેલિયાનું છે. કાંગારૂ ટીમનો ફાસ્ટ બૉલર મિચેલ સ્ટાર્ક 150 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનો માલિક છે.