World Cup 2023: રોહિત -કોહલી જ નહી પરંતુ આ દિગ્ગજ ખેલાડીઓ પણ છેલ્લી વખત રમશે વર્લ્ડકપ
વર્લ્ડ કપ 2023 આજથી શરૂ થઈ રહ્યો છે. ઘણા ખેલાડીઓ વર્ષોથી ક્રિકેટ રમી રહ્યા છે. તે આગામી થોડા સમયમાં વધુ ધૂમ મચાવી શકે છે પરંતુ આ તેમનો છેલ્લો વન-ડે વર્લ્ડ કપ હશે. આજે અમે તમને એવા 10 ટોચના ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે છેલ્લી વખત વર્લ્ડ કપમાં જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિશ્વ ક્રિકેટના સૌથી લોકપ્રિય નામોમાંથી એક વિરાટ કોહલી ચાર વર્ષમાં પાછો આવે તેવી શક્યતા નથી. આ વર્લ્ડકપ સમાપ્ત થાય ત્યાં સુધીમાં વિરાટ 35 વર્ષનો થઈ જશે અને કદાચ તેની વન-ડે કારકિર્દીને અલવિદા કહી દેશે. હાલમાં તે વન-ડે ક્રિકેટમાં સચિન તેંડુલકરની 49 સદી કરતાં બે સદી પાછળ છે, તે આ ટૂર્નામેન્ટમાં આ આંકડો પાર કરી શકે છે.
ન્યૂઝિલેન્ડનો 34 વર્ષીય ઝડપી બોલર ટ્રેટ બોલ્ડ પહેલેથી જ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને નકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી પોતાને દૂર કરી લીધો છે. બોલ્ટે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે ટી-20 ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમવા માટે ઉપલબ્ધ રહેવા માંગે છે. તે વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે.
ઓસ્ટ્રેલિયન ડાબોડી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક 2015 અને 2019 બંને વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે ટૂર્નામેન્ટમાં 18 મેચમાં 14.82ની એવરેજથી 49 વિકેટ લીધી છે. ઇજાઓ અને પીઠના દુખાવાને કારણે તેની કારકિર્દીને અસર થઈ રહી છે, 2023 વર્લ્ડકપ તેનો છેલ્લો વર્લ્ડકપ હોઇ શકે છે.
ટેસ્ટમાં ભારતના શ્રેષ્ઠ સ્પિનરો પૈકીના એક અશ્વિને પહેલેથી જ સંકેત આપ્યા છે કે 2023 વર્લ્ડ કપ તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. તે 37 વર્ષનો છે અને 2027માં રમે તેવી શક્યતા નથી.
તે એક વખત વન-ડેમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે. 32 વર્ષીય બેન સ્ટોક્સ તેના વર્કલોડને મેનેજ કરવા વન-ડેમાંથી ફરી એકવાર નિવૃતિ લઇ લે તો નવાઇ થશે નહીં. તેને ઘૂંટણમાં તકલીફ છે અને તે વર્લ્ડ કપમાં ભાગ્યે જ બોલિંગ કરતો જોવા મળશે. તે કોઈપણ પરિસ્થિતિમાં ટીમને જીત અપાવવાની ક્ષમતા ધરાવે છે.
ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર દિગ્ગજ ખેલાડી છે. 36 વર્ષીય ખેલાડીએ પહેલાથી જ જાહેર કરી દીધું છે કે તે આ પછીના વર્લ્ડકપમાં રમશે નહીં. તે 37 વર્ષનો થઈ જશે. વોર્નર 2015 માં વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો.
36 વર્ષીય શાકિબ અલ હસન માટે આ પાંચમો વર્લ્ડ કપ હશે અને તે બાંગ્લાદેશના કેપ્ટન તરીકે તેમાં પ્રવેશ કરશે. 2019માં તે 8 માંથી માત્ર એક ઇનિંગ્સમાં અડધી સદી સુધી પહોંચી શક્યો ન હતો. 1146 રન સાથે તે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં 9મા નંબરે છે.
38 વર્ષીય મોહમ્મદ નબી અફઘાનિસ્તાનની સમગ્ર પેઢી માટે પ્રેરણારૂપ છે. તેણે અફઘાનિસ્તાન માટે વિશ્વ કપની દરેક મેચ રમી છે, જેમાં દેશની એકમાત્ર જીતનો સમાવેશ થાય છે.
સાઉથ આફ્રિકાનો ઓપનિંગ બેટ્સમેન ડી કોક આ વર્લ્ડકપ બાદ ODIમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેણે ક્યારેય વર્લ્ડકપમા સદી ફટકારી નથી. ડી કોક ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે અને હવે તે માત્ર ટી20માં જ જોવા મળશે.
રોહિત શર્મા 36 વર્ષનો છે. તાજેતરના એશિયા કપમાં તે 10,000 વન-ડે રન કરનાર ક્લબમાં સામેલ થયો હતો. રોહિત 2019 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.