Photos: 'મેદાનમાં ધાકડ બેટ્સમેન, મેદાનની બહાર સ્ટાઇલિશ ગર્લ' આવી છે ભારતીય મહિલા ક્રિકેટર Jemimah Rodrigues
Jemimah Rodrigues Photos: ભારતીય ટીમ અત્યારે મહિલા ટી20 વર્લ્ડકપ 2023 રમી રહી છે. કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા અત્યારે આસાનીથી સેમિ ફાઇનલમાં પહોંચી ચૂકી છે, ગૃપ મેચોમાં શાનદાર લયમાં દેખાઇ રહેલી ટીમ ઇન્ડિયાની કેટલીક મહિલા ખેલાડીઓ અત્યારે ખુબ લાઇમલાઇટમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરમન પ્રીત કૌર, જેમીમા રૉડ્રીગ્ઝ, ઋચા ઘોષ સહિતની સ્ટાર ભારતીય મહિલા ખેલાડીઓએ પોતાના દમ પર ટીમ ઇન્ડિયાને સેમિ ફાઇનલ સુધી પહોંચાડી દીધી છે. પરંતુ આ બધાની વચ્ચે જેમીમા રૉડ્રીગ્ઝ ખુબ ચર્ચાનો વિષય બની છે, તેનુ કારણ છે પાકિસ્તાન સામેની તેની અર્ધશતકીય ઇનિંગ. જાણો જેમીમા રૉડ્રીગ્ઝ વિશે....
જેમીમા રૉડ્રીગ્ઝની વાત કરીએ તો, આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની પ્રથમ ગૃપ મેચમાં ભારતીય ટીમની ટક્કર કટ્ટર હરિફ પાકિસ્તાન સામે થઇ હતી, આ મેચમાં ભારતીય ટીમ કટોકટીમાં આવી ગઇ અને આ મેચને જેમીમા રૉડ્રીગ્ઝે પોતાની અડધી સદીની મદદથી જીતાડી દીધી હતી.
પાકિસ્તાન સામે જેમીમા રૉડ્રીગ્ઝે શાનદાર બેટિંગ કરતા 38 બૉલમાં 53 રનની અણનમ ઇનિંગ રમી હતી, આ ઇનિંગના કારણે તેને મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવૉર્ડ પણ મળ્યો હતો. આ મેચમાં જેમીમા રૉડ્રીગ્ઝએ શાનદાર 8 ચોગ્ગા ફટકાર્યા હતા. જેમીમા રૉડ્રીગ્ઝ મીડિલ ઓર્ડરની શાનદાર બેટ્સમેન છે.
આ તો વાત થઇ ક્રિકેટની પરંતુ તમને ખબર છે, જેમીમા રૉડ્રીગ્ઝ ક્રિકેટના મેદાનની બહાર પણ પણ એક શાનદાર સ્ટાઇલિશ ગર્લ છે, તેનો પુરવો તેનુ ઇન્સ્ટાગ્રામ આપે છે.
જેમીમા રૉડ્રીગ્ઝના ઇન્સ્ટાગ્રામ એકથી હૉટ અને દમદાર તસવીરો અને વીડિયોથી ભરેલું પડ્યુ છે. જેમીમા રૉડ્રીગ્ઝે સોશ્યલ મીડિયા લવરની સાથે સાથે સંગીત પ્રેમી પણ છે.
જેમીમા રૉડ્રીગ્ઝ અત્યારે 22 વર્ષની થઇ ગઇ છે, તેનો જન્મ મુંબઇમાં 5 સપ્ટેમ્બર, 2000ના દિવસે થયો હતો, જેમીમા રૉડ્રીગ્ઝનું આખુ નામ જેમીમા ઇવાન રૉડ્રીગ્ઝ છે, તે એક ક્રિસ્ટીયન કૉમ્યૂનિટીમાંથી આવે છે.
ટીમ ઇન્ડિયાની આ 22 વર્ષીય જેમીમા રૉડ્રીગ્ઝ જમણેરી ધાકડ બેટ્સમેન ઉપરાંત બૉલિંગ પણ કરી શકે છે. ટીમ ઇન્ડિયામાં તેનુ સ્થાન ઓલરાઉન્ડરનું છે.
જેમીમા રૉડ્રીગ્ઝએ અત્યાર સુધી ભારત તરફથી મહિલા ક્રિકેટમાં 21 આંતરરાષ્ટ્રીય વનડે મેચો રમી છે, જેમાં 19ની એવરેજથી 391 રન બનાવ્યા છે.
જેમીમા રૉડ્રીગ્ઝની ટી20 કેરિયરની વાત કરીએ તો, તેને 78 મેચો રમી છે, અને 29ની એવરેજથી 1642 રન ફટકાર્યા છે. જેમાં 10 ફિફ્ટી સામેલ છે.