IND vs NZ: પુણે ટેસ્ટમાં યશસ્વીએ હાંસલ કરી મોટી સિદ્ધિ, સચિન-કોહલી પણ નથી કરી શક્યા
IND vs NZ 2nd Test Pune: ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલે પુણે ટેસ્ટમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે આ કેલેન્ડર વર્ષમાં 1000 ટેસ્ટ રન પૂરા કર્યા છે ભારત ન્યૂઝીલેન્ડ સામે પુણે ટેસ્ટમાં પ્રથમ દાવમાં 156 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. તેણે 38 ઓવરમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ઓપનર યશસ્વી જયસ્વાલ 30 રન કરીને આઉટ થયો હતો. આ મેચમાં યશસ્વીએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયશસ્વીએ પુણે ટેસ્ટ દરમિયાન એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી પણ કરી શક્યા નથી. યશસ્વીએ એક કેલેન્ડર વર્ષમાં 1000 ટેસ્ટ રન પૂરા કર્યા છે.
ખાસ વાત એ છે કે યશસ્વી 23 વર્ષની ઉંમર પહેલા એક કેલેન્ડર વર્ષમાં 1000 ટેસ્ટ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.
યશસ્વીએ પુણે ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 60 બોલનો સામનો કરીને 30 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા.
પુણે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ભારત પ્રથમ દાવમાં 45.3 ઓવરમાં 156 રન કરી ઓલઆઉટ થયું હતું.
ન્યૂઝીલેન્ડે ભારત સામે પ્રથમ દાવમાં 259 રન બનાવ્યા હતા. આ દરમિયાન રચિન રવિન્દ્રએ 65 રનની ઇનિંગ રમી હતી. કોનવેએ 76 રન બનાવ્યા હતા.
ભારત તરફથી પ્રથમ દાવમાં યશસ્વી અને શુભમન ગિલે 30-30 રન બનાવ્યા હતા. પંત 18 રન બનાવીને આઉટ થયો હતો.