Yashasvi Jaiswal Record: યશસ્વીએ પર્થ ટેસ્ટમાં સિક્સરનો રેકોર્ડ તોડ્યો, 147 વર્ષમાં પહેલીવાર આવું બન્યું
યશસ્વી જયસ્વાલે પર્થમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ઇનિંગમાં ભારત માટે અણનમ 90 રન બનાવ્યા હતા. યશસ્વીએ આ ઇનિંગ દરમિયાન 2 સિક્સર અને 7 ફોર ફટકારી હતી. તેણે પર્થ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયશસ્વીએ સિક્સરનો રેકોર્ડ તોડ્યો. તેણે 147 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આ સિદ્ધિ મેળવી છે. વાસ્તવમાં, યશસ્વી એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ સિક્સર ફટકારવાના મામલે ટોચ પર પહોંચી ગયો છે.
યશસ્વીએ વર્ષ 2024માં અત્યાર સુધીમાં 34 સિક્સર ફટકારી છે. આ રેકોર્ડ પહેલા બ્રેન્ડન મેક્કુલમના નામે હતો. ન્યૂઝીલેન્ડના ખેલાડી મેક્કુલમે 2014માં 33 સિક્સર ફટકારી હતી.
યશસ્વીએ એડમ ગિલક્રિસ્ટ અને બેન સ્ટોક્સને પણ પાછળ છોડી દીધા છે. સ્ટોક્સે 2022માં 26 ટેસ્ટ સિક્સર ફટકારી હતી. જ્યારે ગિલક્રિસ્ટે 22 સિક્સર ફટકારી હતી. તેણે 2005માં આ કારનામું કર્યું હતું.
ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહી છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે 218 રનની લીડ મેળવી લીધી હતી.
ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. બીજા દાવમાં કોઈ પણ નુકશાન વિના 172 રન બનાવ્યા હતા.